ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર ચૂંટણી પહેલા આરજેડીને ઝટકો, રઘુવંશ પ્રસાદે આપ્યું રાજીનામું - રઘુવંશ પ્રસાદ આરજેડી રાજીનામુ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ પ્રસાદસિંહે આરજેડીમાંથી રાજીનામું આપ્યું છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રઘુવંશ પ્રસાદનું રાજીનામું આપવું એ આરજેડી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

રઘુવંશ પ્રસાદસિંહ
રઘુવંશ પ્રસાદસિંહ

By

Published : Sep 10, 2020, 3:24 PM IST

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા આરજેડીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદસિંહે આરજેડીમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમણે પહેલેથી જ પાર્ટીના ઉપપ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું.

હાલમાં તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેની સારવાર દિલ્હીની એઈમ્સમાં ચાલી રહી છે. રઘુવંશ પ્રસાદસિંહે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાના રાજીનામાં અંગે જાણ કરી હતી.

મળતી માહિતી મુજબ રામાસિંહના આરજેડીમાં આવવાના સમાચારથી રઘુવંશ પ્રસાદ નારાજ હતા. જેથી તેમણે રાજીનામું આપ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details