ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટીકાઓને દબાવવી સરકાર માટે યોગ્ય નથી: રધુરામ રાજન - ભારતીય રિર્ઝવ બેંક

લંડન: ભારતીય રિર્ઝવ બેંકના પૂર્વ ગર્વનર રધુરામ રાજને બુધવારે કહ્યું કે, ભારતમાં સરકારને નિષ્ણાતોની સલાહનો ફાયદો મળશે અને એટલા જ માટે દરેક ટીકાને દબાવી સરકાર માટે યોગ્ય નથી.

રધુરામ રાજન

By

Published : Oct 24, 2019, 1:06 PM IST

કિંગ કોલેજ લંડનમાં એક કાર્યક્રમને સંબોધન કરતા રાજને ધીમી પડતી અર્થવ્યવસ્થા અને વધતી રોજગારી વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાના આગળના પગલા વિશે ચર્ચા કરી રહ્યા હતા. રાજને કહ્યું કે, જો સમસ્યાયો છે તેમાં એક એ છે મેં તેના પર બહુ દઢ્તાથી કહ્યું કે ટીકાને દબાવાનો મતલબ છે કે, આપ પ્રતિક્રિયા નથી સાંભળતા અને જો તમે પ્રતિક્રિયા નથી સાંભળતા તો તમે યોગ્ય સમય પર સાચા પગલા નહી ઉઠાવી શકો.

તેઓએ જણાવ્યું કે, એટલા જ માટે તમામ આલોચકને કહેવું છે કે, સરકારની ટીકા ના કરે મને લાગે છે કે, તે સરકાર માટે ખરાબ છે. બની શકે કે દરેક તમારી પ્રશંસા કરે અને કહે કે આપ બીજા મસીહા છો. રાજને RBIના પોતાના કાર્યકાળ દરમિયાન ઉદ્ભવેલી સ્થિતિના ઉદાહરણ આપ્યા જ્યારે તેમને ખાનગી ક્ષેત્રોને લઈ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેઓએ કહ્યું કે, આના કારણે સુધારવાદી પગલા લેવામાં તેમને સહાયતા મળી.

તેઓએ આગળ જણાવ્યું કે, મને આશા છે કે સરકાર સાંભળશે અને જોશે કે તેઓને શું કરવું જોઈએ, ભારતમાં ઘણા બધા અર્થશાસ્ત્રી અને બુદ્ધિમાન લોકો છે. જે સલાહ આપી શકે છે, પરંતુ એ મહત્વપૂર્ણ છે કે, સરકાર તે સલાહને અપનાવે અને તેના પર વિચાર વિમર્શ તથા કાર્યવાહી કરે.

ABOUT THE AUTHOR

...view details