નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્રમાં લખ્યુ છે કે, 'દેશ આ સમયે માનવીય સંકટ સામે લડી રહ્યો છે. તેવા સમયે કોંગ્રેસ પક્ષના લાખો કાર્યકરો તમારી સાથે છે. દેશમાં કોરોના વાઈરસ સામે લડાઈ ચાલી રહી છે. જેમાં સરકારના દરેક નિર્ણયમાં અમે સહયોગ આપી રહ્યા છે. '
રાહુલ ગાંધીએ PMને લખ્યો પત્ર, સંકટના સમયમાં કોંગ્રેસના લાખો કાર્યકરો તમારી સાથે - રાહુલ ગાંધીનો પીએમને પત્ર
કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યુ છે કે, આ સંકટના સમયમાં કોંગ્રેસના લાખો કાર્યકરો સરકારની સાથે છે.
રાહુલ ગાંધીએ PMને લખ્યો પત્ર, સંકટના સમયમાં કોંગ્રેસના લાખો કાર્યકરો તમારી સાથે
રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યુ છે કે, 'અમારા માટે એ સમજવું મહત્વનું છે કે, ભારતની પરિસ્થિતિ અન્ય દેશ કરતાં અલગ છે. ભારતમાં ગરીબ લોકોની સંખ્યા ખુબ વધુ છે. જેમાનાં મોટા ભાગના લોકો રોજીંદી આવક પર જીવે છે. આપણા માટે તમામ આર્થિક ગતિવિધિઓને રોકવું તે ખુબ મોટો પડકાર છે. સરકારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં સામાન્ય માણસોની મુશ્કેલી સમજવાની જરુર છે. વૃદ્વોને આ વાઈરસથી બચાવવા પગલાં ઉઠાવવા પડશે.'