નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ બાદ સરહદ પર તણાવ વધી ગયો છે. આ સ્થિતિ વચ્ચે આજે રાફેલને વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. 5 રાફેલ ફાઇટર વિમાનની પ્રથમ ખેપ અંબાલા એરબેસ પર સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ થશે. કાર્યક્રમમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ફ્રાંસના રક્ષાપ્રધાન ફ્લોરેન્સ પાર્લી, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ આર. કે.એસ ભદોરિયા અને રક્ષા સચિવ અજય કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાફેલ એરફોર્સમાં વિધિવત સામેલ, ફ્રાંસના રક્ષા પ્રધાન પણ કાર્યક્રમમાં રહ્યાં હાજર
પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ બાદ તણાવ વધી રહ્યો છે. એવામાં રાફેલ ગુરૂવારે એટલે કે આજે એરફોર્સમાં સામેલ થશે. અંબાલા એરફોર્સ સ્ટેશનમાં એક મેગા શો સમારોહ બાદ રાફેલ ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે સામેલ થઈ જશે. રાફેલ વાયુ સેનાની 17મી સ્ક્વાડ્રન ‘ગોલ્ડન એરોજ’નો ભાગ બનશે.
રાફેલ
વાયુસેનાના પ્રવક્તા વિંગ કમાન્ડર ઇન્દ્રનીલ નંદીએ જણાવ્યું કે, રાફેલ વિમાનને દળના 17 મા સ્ક્વોડ્રોનમાં સામેલ કરવામાં આવે તે પહેલા રાફેલ ફાઈટર જેટને પારંપરિક વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવ્યું હતું. 29 જુલાઇએ પાંચ રાફેલ વિમાનની પ્રથમ ખેપને ભારત લાવવામાં આવ્યા હતા.
ભારતે લગભગ 4 વર્ષ આગાઉ ફ્રાંસથી 59,000 કરોડ રૂપિયામાં 36 રાફેલ વિમાનની ખરીદી કરી હતી. ભારત માટે વિશેષરૂપે બનાવવામાં આવેલા 36 રાફેલ વિમાનમાં અતિ આધુનિક મીકા, મીટિયોર અને સ્કાલ્પ મિસાઇલોથી સજ્જ છે.
Last Updated : Sep 10, 2020, 12:13 PM IST