અંબાલા (હરિયાણા) : ભારતીય વાયુસેનાની શક્તિમાં આજે વધારો થયો છે. ફ્રાન્સથી ઉડાન ભર્યા પછી પાંચેય રાફેલ લડાકુ વિમાન ભારતીય જમીન પર પહોંચી ગયા છે. રાફેલ વિમાન બુધવારે હરિયાણાના અંબાલા એરબેઝ પર ઉતર્યા હતા, જ્યાં તેમનું પાણીની સલામી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન એરફોર્સ ચીફ આર.કે.એસ. ભદૌરીયા પણ હાજર હતા. ફ્રાન્સથી પ્રાપ્ત થનારા રાફેલ વિમાનોની આ પહેલી બેચ છે. આ વિમાનો મંગળવારે ફ્રાન્સથી ઉપડ્યા હતા, ત્યારબાદ તેઓ યુએઈમાં રોકાયા હતા અને બુધવારે બપોરે અંબાલા પહોંચ્યા હતા.