અમેરિકા અને ચીન વચ્ચે વૈશ્વિક સર્વોચ્ચતા માટેની લડાઈ એ તેનો આધાર પૃથ્વીથી ચંદ્ર અને મંગળ પર ખસેડ્યો છે. બંને દેશોએ આર્થિક વિસ્તરણને બહારની દુનિયામાં જાહેર કર્યું, જેનાથી બાકીના વિશ્વને અનિશ્ચિતતા તરફ ધકેલી દીધું છે. અમેરિકા અથવા ચીન કરતાં થોડો ઓછો હોવા છતાં, ભારત પણ મંગળ પર શોધ કરી રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પ દ્વારા ગયા એપ્રિલમાં જાહેર કરાયેલા કાર્યકારી આદેશોથી અને ચીનની અંતરિક્ષ મહત્વાકાંક્ષા દ્વારા સ્પષ્ટ થાય છે કે ભારતને તેના અંતરિક્ષ કાર્યક્રમોને એકીકૃત કરવા માટે ગતિ વધારવાની જરૂર છે. યુ.એસ.એ ચેતવણી આપી હતી કે તે કોઈ પણ રાષ્ટ્રનો વિરોધ કરશે કે જે ચંદ્ર સંસાધનો પર તેના દાવા સામે વાંધો ઉઠાવશે. પહેલાં તો કોઈ પણ રાષ્ટ્ર અવકાશમાં વ્યાપારી ખાણકામનો શા માટે વિરોધ કરશે? તેનો જવાબ સંયુક્ત રાષ્ટ્રની ઘોષણાના ભાગ રૂપે હસ્તાક્ષર કરવામાં આવેલી 1979ની ચંદ્ર સંધિમાં છે. આ કરાર પર ભારત, પાકિસ્તાન અને ફ્રાન્સ સહિત 18 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. યુ.એસ., ચીન, રશિયા અને યુકેએ સંધિને બહાલી આપી ન હતી. ભારતે સત્તાવાર રીતે સંધિ પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં, તે તેના ઉદ્દેશોને મંજૂરી આપતું ન હતું. છેલ્લા કેટલાક સમયથી ભારતને કરારમાંથી પાછા ખેંચવાનું કહેવામાં આવ્યું છે. ચંદ્ર કરાર ચંદ્ર અને અન્ય આકાશી પદાર્થો પર દેશોની પ્રવૃત્તિઓને સંચાલિત કરે છે. આ પદાર્થોનો ઉપયોગ ફક્ત શાંતિપૂર્ણ હેતુ માટે થવો જોઈએ. ઉદ્દેશોનું પાલન કરીને, ચંદ્રમાંથી કાઢવામાં આવેલાં સંસાધનોને બધી માનવજાત સાથે વહેંચવો આવશ્યક છે. જે દેશોએ સંધિ પર હસ્તાક્ષર કર્યા ન હતા તેઓને આ માટે બંધાયેલા રહેવાની જરૂર નથી. તેથી જ યુ.એસ.ના કાર્યકારી આદેશમાં જણાવ્યું છે કે કાઢેલાં અવકાશ સંસાધનો અને તેના ઉપયોગની આસપાસની અચોક્કસતાનું સમાધાન કરવું જ જોઈએ. આ આદેશ ભાર મૂકીને કહે છે કે યુ.એસ. બાહ્ય અવકાશને "વૈશ્વિક સામાન્ય ચીજ" તરીકે જોતું નથી. ટ્રમ્પે 1979ની સંધિને નિષ્ફળ પ્રયાસ ગણાવી હતી. વળી, યુએસ સરકારને શંકા છે કે સંધિનો અયોગ્ય લાભ લઈ ચીન અવરોધો ઊભા કરી શકે છે.
ચીન તેના પોતાના અંતરિક્ષ એજન્ડા સાથે આગળ ધસી રહ્યું છે. તાજેતરમાં, તેણે લોંગ માર્ચ -5 બીની પ્રથમ ઉડાન દ્વારા ભ્રમણકક્ષામાં ફ્લેક્સિબલ ઇન્ફ્લેટેબલ કાર્ગો રિ-એન્ટ્રીવાહન (એફઆઇસીઆરવી) તરતું મૂક્યું. અગાઉ, ચીને ચંદ્ર પર વિશેષ આર્થિક ક્ષેત્ર સ્થાપવાનો પ્રસ્તાવ કર્યો હતો, જેનો હેતુ અંતરિક્ષ સેવાઓ,ઔદ્યોગિક ઉત્પાદન અને વ્યાપારી જગ્યા પર ખાણકામ દ્વારા તેના અર્થતંત્રને 10 ટ્રિલિયન ડૉલર પર લાવવાનો છે. ચીનના અતિશય મહત્ત્વાકાંક્ષી અવકાશ મિશનનો સામનો કરવા માટે, યુ.એસ.એ ચંદ્ર પર ટકાઉ હાજરી સ્થાપિત કરવાના લાંબા ગાળાના લક્ષ્ય સાથે આર્ટેમિસ પ્રોગ્રામ રજૂ કર્યો. આ સંદર્ભમાં, ઘણા નિષ્ણાતો ભારતને 1979ની સંધિમાંથી ખસીને આર્ટેમિસ કાર્યક્રમમાં જોડાવાની સલાહ ભારપૂર્વક આપી રહ્યા છે. ભારત સરકાર આ શક્યતા પર સંપૂર્ણ વિચારણા કરવા જઈ રહી છે. નોંધનીય છે કે ભારતે મંગળયાન, ચંદ્રયાન અને ગગનયાન જેવાં અનેક સફળ અવકાશ મિશન શરૂ કર્યાં હતાં. ચીનના અવકાશી પ્રભુત્વ સામે ભારતને યુ.એસ.ના સમર્થનની જરૂર છે.
યુ.એસ. જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા એક મુખ્ય અવકાશ મિશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. નેશનલ ઍરોનૉટિક્સ અને સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા) સ્પેસ લૉન્ચ સિસ્ટમ માટે શક્તિશાળી નવા રોકેટ બનાવી રહ્યું છે. સ્પેસએક્સ, એમેઝૉન, બોઇંગ અને લોકહિડ માર્ટિન જેવા ખાનગી ખેલાડીઓ રોકેટ અને લડાકુ વાહનો વિકસાવી રહ્યા છે. સ્પેસએક્સે પહેલાંથી જ અનેક ઓપરેશનલ મિશન શરૂ કર્યા છે. યુ.એસ.ના ખાનગી ખેલાડીઓ સરકારી અંતરિક્ષ રાજદ્વારીઓને પ્રશિક્ષણ આપવા, અવકાશ મથકો બાંધવા અને પૃથ્વી પરથી અવકાશયાત્રીઓ અને ઉપકરણોના પરિવહન માટે તૈયારી કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે, ચીને આ ઘટનાક્રમની નિંદા કરી છે. હકીકતમાં, આર્ટેમિસ કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી હતી તે જ દિવસે ચીને એફઆઈઆરસીવી શરૂ કર્યું હતું. 2050 સુધીમાં, ચીને ચંદ્ર પર વિશેષ આર્થિક ક્ષેત્રની સ્થાપના કરવાની યોજના બનાવી છે. ચીન ઍરોસ્પેસ સાયન્સ એન્ડ ટૅક્નિકલ કૉર્પોરેશન (સીએએસસી) એ ચીની અંતરિક્ષ કાર્યક્રમનો મુખ્ય કોન્ટ્રાક્ટર છે.
યુ.એસ., રશિયા, યુરોપીય સંઘ, ચીન, ભારત અને જાપાન જેવા અવકાશમાં હેરફેર કરતા દેશોની આગેવાનીને પગલે સંયુક્ત આરબ અમીરાતે પણ તેનો અવકાશ કાર્યક્રમ શરૂ કર્યો. જાપાન અને યુ.એસ.એ ક્ષુદ્રગ્રહ પર ખાણકામ માટે અંતરિક્ષ જહાજો ગોઠવ્યાં છે છે. ભારતની અંતરિક્ષ યાત્રા 1999માં શરૂ થઈ હતી. હાલમાં, સરકાર અવકાશયાત્રીઓ અને ખાણકામનાં ચંદ્ર સંસાધનોના નિવાસ માટે લાંબા ગાળાની વ્યવસ્થા કરી રહી છે. ચંદ્રયાન પછી, ઇસરો ચંદ્ર દક્ષિણ ધ્રૂવની નજીકના ઉતરાણ સ્થળને લક્ષ્યાંક બનાવી રહ્યું છે. ગગનયાન અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં લઈ જવા અને તેમને પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફરવા માટે બનાવવામાં આવ્યું છે. ભારતે 2030 સુધીમાં પોતાનું અંતરિક્ષ મથક શરૂ કરવાની યોજના બનાવી છે. ચંદ્ર સંધિ પર હસ્તાક્ષર કરનારા 18 દેશોમાંથી ફક્ત ભારત અને ફ્રાન્સ અંતરિક્ષ મિશનને પાર પાડવાનો મોકો મેળવે છે. ફ્રાન્સ આર્ટેમિસ કાર્યક્રમમાં જોડાવા વિશે સકારાત્મક છે. જાપાન, ઑસ્ટ્રેલિયા અને કેનેડા યુ.એસ. સાથે મુસાફરી શરૂ કરવા તૈયાર છે. યુ.એસ., રશિયા અને જાપાનના સહયોગને કારણે ભારતની અંતરિક્ષ કારકિર્દી એકદમ સફળ રહી છે. હવે પછીની મહાસત્તા તરીકે જેના પર આશા છે તે ભારતે આર્ટેમિસ અંતરિક્ષ કાર્યક્રમમાં યુ.એસ. સાથે જોડાવું જોઈએ, જ્યારે સ્વતંત્ર રીતે તેની પોતાની તકોની શોધખોળ કરવી પડશે. તે જ સમયે, ભારતને યુએસ-ચીન અવકાશ યુદ્ધ વિશે જાગૃત હોવું જોઈએ. યુ.એસ. ચીન પ્રત્યેની અદાવત જાહેર કરવામાં કોઈ શબ્દો ચોરતું નથી. તાજેતરમાં, તેણએ ચીન તરફથી સંભવિત ખતરાની આગાહી કરીને એક અવકાશ સૈન્ય દળની સ્થાપના કરી હતી. યુ.એસ. સંરક્ષણ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન અને રશિયાએ અવકાશ આધારિત શસ્ત્રો બનાવ્યાં છે. રિપોર્ટમાં ચીનના અંતરિક્ષ વિરોધી હથિયારો પાછળના વાસ્તવિક આશયો જાહેર થયા છે. ભારતે પણ માર્ચ ૨૦૧૯માં સેટેલાઇટ વિરોધી હથિયારનું પરીક્ષણ કર્યું હતું. એકંદરે, ભારતે સ્વીકારવું જ જોઈએ કે અંતરિક્ષ એક મહત્ત્વપૂર્ણ લશ્કરી અને આર્થિક આધાર અને સંબંધિત ક્ષમતાઓ પ્રાપ્ત કરવાની યોજના બની ગયું છે.