શ્રીનગર: દેશભરમાં જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે કાશ્મીરમાં ફરી એકવાર મોબાઈલ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રજાસત્તાક દિનની ઉજવણીના દિવસે લોકહિતને ધ્યામાં રાખીને કેટલાક સુરક્ષાલક્ષી પગલાં લેવાયા છે. જેના ભાગરૂપે 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. કારણે કે, 2005માં થયેલા આતંકવાદી હુમલામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને IED બ્લાસ્ટ કરાયો હતો.
આ અંગે વાત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે, "શનિવારે મોબાઈલ સેવા થોડા કલાકો માટે ચાલુ કરાઈ હતી, ત્યારબાદ રવિવારે પ્રારંભિક કલાકોમાં જ મોબાઈલ કનેક્ટિવિટી સ્થગિત કરવામાં આવી હતી."