ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાન્યુઆરીથી માર્ચ 2020 સુધીનો જાહેર દેવા વિશેનો અહેવાલ

નાણા મંત્રાલયની અંદાજપત્ર કચેરી હેઠળ કામ કરતો પબ્લિક ડેટ મેનેડમેન્ટ સેલ (અગાઉ મિડલ ઓફિસ તરીકે ઓળખાતો હતો) 2010-11ના નાણાકીય વર્ષથી એપ્રિલથી જૂનથી શરૂ કરીને દર ત્રિમાસિકમાં જાહેર દેવાની સ્થિતિ શું છે તેનો અહેવાલ નિયમિત બહાર પાડે છે. આ વિભાગે હાલમાં જ અહેવાલ બહાર પાડ્યો છે, જે વિતેલા નાણાકીય વર્ષના જાન્યુઆરીથી માર્ચના છેલ્લા ત્રિમાસિકનો છે.

Quarterly Report on Public Debt Management January to March 2020
જાન્યુઆરીથી માર્ચ 2020 સુધીનો જાહેર દેવા વિશેનો અહેવાલ

By

Published : Jul 1, 2020, 9:54 PM IST

ન્યૂઝ ડેસ્કઃ નાણા મંત્રાલયની અંદાજપત્ર કચેરી હેઠળ કામ કરતો પબ્લિક ડેટ મેનેડમેન્ટ સેલ (અગાઉ મિડલ ઓફિસ તરીકે ઓળખાતો હતો) 2010-11ના નાણાકીય વર્ષથી એપ્રિલથી જૂનથી શરૂ કરીને દર ત્રિમાસિકમાં જાહેર દેવાની સ્થિતિ શું છે તેનો અહેવાલ નિયમિત બહાર પાડે છે. આ વિભાગે હાલમાં જ અહેવાલ બહાર પાડ્યો છે, જે વિતેલા નાણાકીય વર્ષના જાન્યુઆરીથી માર્ચના છેલ્લા ત્રિમાસિકનો છે.

વિતેલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં કેન્દ્ર સરકારે કુલ ₹76,000 કરોડ રૂપિયાની મુદતી જામીનગીરી બહાર પાડી હતી, જે તેની આગલા વર્ષના છેલ્લા ચોથા ત્રિમાસિકના કુલ ₹1,56,000 કરોડ રૂપિયા કરતાં ઘણી ઓછી હતી. આગળના ત્રીજા ત્રિમાસિકમાં સરેરાશ જામીનગીરીનો યિલ્ડ પણ થોડો ઘટ્યો હતો. ત્રીજા ત્રીમાસિકમાં 6.86 ટકા સરેરાશ હતી, તે ચોથા ત્રિમાસિકમાં ઘટીને સરેરાશ 6.70 ટકા જેટલી થઈ હતી.

જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન કેન્દ્ર સરકારે કેશ મેનેજમેન્ટ બીલ જાહેર કરીને ₹2,30,000 કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. ભારતીય રિઝર્વ બેન્કે OMOs / Special OMOs રજૂ કરીને માર્ચ 2020માં પૂરા થતા ત્રિમાસિકમાં સિસ્ટમમાં પ્રવાહિતા લાવવાની કોશિશ કરી હતી. આરબીઆઈ દ્વારા થતી લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) આ ત્રિમાસિકમાં ₹3,03,464 કરોડ રૂપિયા હતી, જેમાં MSFનો સમાવેશ થઈ જતો હતો. આરબીઆઈએ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ લોન્ગ રેપો ઓપરેશન્સ દાખલ કર્યા તેના કારણે પણ બજારમાં તરલતા વધારે રહી હતી.

સરકારની કુલ જવાબદારીઓ (‘પબ્લિક એકાઉન્ટ’ હેઠળ નોંધાયેલી જવાબદારીઓ સહિત) વધીને માર્ચ 2020ના અંતે ₹94,62,265 કરોડ રૂપિયાની થઈ હતી. ડિસેમ્બર 2019ના અંતે આ જવાબદારીઓ ₹93,89,267 કરોડ રૂપિયાની હતી. માર્ચ 2020ના અંતે કુલ બાકી જવાબદારીઓ હતી, તેમાં જાહેર દેવું 90.9 ટકા જેટલું હતું. કુલ દેવામાંથી લગભગ 29 ટકામાં મુદતી જામીનગીરી પાંચ વર્ષ કરતાં ઓછા વર્ષે પાકતી જામીનગીરી હતી. તેમાં કોની પાસે કેટલી જામીનગીરી હતી તે જોઈએ તો બેન્કો પાસે 40.4 ટકા હતી, જ્યારે વીમા કંપનીઓ પાસે 25.1 ટકા હતી.

G-Secs જામીનગીરી પરનું વળતર જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન નીચેની તરફ ગયું હતું. કોરોના સંકટને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે આ અસર થઈ હતી. ખાસ કરીને નીતિગત રેપો રેટમાં આરબીઆઈએ 75 બેઝ પોઇન્ટનો ઘટાડો કર્યો તેના કારણે આવક ઘટી હતી. નીતિબાહ્ય પરિબળોમાં ફેડરલ ફંડમાં 50 બેઝ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અમેરિકાની ફેડરલ બેન્કે આ ઘટાડો કરીને તેને 1-1.25 ટકાના રેન્જમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે ખનીજ તેલના ભાવમાં કડાકો બોલી ગયો તેની પણ અસર પડી હતી.
સેકન્ડરી માર્કેટમાં હજીય કેન્દ્ર સરકારની મુદતી જામીનગીરીનું જ સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે. ગત નાણાકીય વર્ષના છેલ્લા ચોથા ક્વાર્ટરમાં પણ કુલ જામીનગીરીની લેવેચમાં કેન્દ્રની જામીનગીરીનો હિસ્સો 84 ટકાનો રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details