ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં ક્વોરોન્ટાઇન કરેલા જમાતીઓ કરી રહ્યા છે ઇંડા અને બિરયાનીની માગ

દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપેલી માહિતી અનુસાર દેશના 14 રાજ્યોમાં 647 જમાતીઓને કોરોના વાઇરસના સંક્રમણની અસર જોવા મળી છે. ઉત્તર પ્રદેશમા બિજનોરમાં પણ કેટલાક જમાતિઓને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયેલા જમાતીઓએ ભારે માત્રામાં હંગામો સર્જીને ઇંડા અને બિરયાનીની માગ કરી હતી.

ક્વોરોન્ટાઇન કરેલા જમાતીઓ કરી રહ્યા છે ઇંડા અને બિરયાનીની માગ
ક્વોરોન્ટાઇન કરેલા જમાતીઓ કરી રહ્યા છે ઇંડા અને બિરયાનીની માગ

By

Published : Apr 4, 2020, 5:48 PM IST

બિજનોર: તબલીઘી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ કોરોના વાઇરસથી સંક્રમિત થવાના સંદેહમાં ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લા હોસ્પિટલના અલગ વોર્ડમાં રાખવામાં આવેલા ઇન્ડોનેશિયાના 8 લોકો સહિત 13 લોકોએ હોસ્પિટલમાં હંગામો સર્જીને ઇંડા અને બિરયાનીની માગ કરી હતી.

CMS જ્ઞાનચંદે કહ્યું કે, હોસ્પિટલના વોર્ડમાં રાખેલા 8 ઇન્ડોનેશિયાના અને 5 ભારતીય તબલીઘી જમાતના સભ્યોએ સફાઇ કર્મી સાથે આડોડાઇ કરીને ઇંડા અને બિરયાનની માગ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે આ લોકોની માગ પુરી કરવામાં ન આવતા હંગામો સર્જ્યો હતો.

આ મામલે સૂચના મળવા પર કલેક્ટર રમાકાંત પાંડે, એસપી સંજીવ ત્યાગી અને સીએમઓ વિજય યાદવે હોસ્પિટલમાં પહોંચી તમામને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, તબલીઘી જમાતમાં ભાગ લીધેલા અત્યાર સુધીમાં 14 રાજ્યોમાંથી 647 લોકોમાં કોરોના વાઇરસના સંક્રમણની પુષ્ટિ થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details