ચાઈબાસાઃ લોકડાઉન પહેલા દિલ્હીથી પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસા, ચક્રધરપુર મસ્જીદ જમાતના 34 લોકોને પોલીસે કોરોન્ટાઈનમાં મોકલી આપ્યા છે. જેમાંથી 19 મૌલવીઓને ચાઈબાસ અને 15ને ચંક્રધરપુર અનુમંડલમાં બનાવેલા આઈસોલેશન વોર્ડમાં લઈ જવાયા છે.
તબલીઘી જમાતમાંથી આવેલા ઝારખંડના 34 લોકોને ક્વોરેન્ટાઇનમાં રખાયા
તબલીગી જમાતમાંથી આવલે 34 લોકોને કોરન્ટાઈમાં રાખવાનો નિર્ણય ઝારખંડ સરકારે લીધો છે.
તબલીગી જમાતમાંથી આવેલા ઝારખંડના 34 લોકોને કોરોન્ટાઈનમાં રખાયા
ક્વોરેન્ટાઇન સેન્ટરમાં પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. સ્થાનિક તંત્ર અને પોલીસ સમગ્ર મામલાની અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. જમાતમાં જોડાયેલા અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરાઈ છે.
પોલીસ અધિક્ષક ઈંદ્રજીત માહથાએ જણાવ્યુ હતું કે, તબલીગી જમાતમાંથી આવેલા અન્ય લોકોની ઓળખ માટે તમામ અધિકારીઓને સૂચના અપાઈ છે. દિલ્હી અથવા દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા તમામ લોકોની પણ તપાસ થઈ રહી છે. જો કોઈ માહિતી છુપાવશે તો તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.