નવી દિલ્હી : ક્વાડિલૈટરલ સમૂહમાં ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સામેલ છે. જેમાં 4 દેશોના વિદેશ પ્રધાનોની એક બેઠક કરવામાં આવે છે. બેઠક બાદ જયશંકરે ટ્વિટ કરી કહ્યું કે, બંન્ને દેશોના વડાપ્રધાનો સાથે શિખર સંમેલન બાદ દ્રિપક્ષીય સબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
ક્વાડ સમ્મેલન :જયશંકરે ટોક્યોમાં મારિસ પાયને સાથે વાતચીત કરી - ગુજરાતીસમાચાર
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ક્વાડ સમ્મેલનમાં ભાગ લીધો હતો. જય શંકરે બુધવારના રોજ ઑસ્ટ્રેલિયાના પ્રતિનિધિ મારિસ પાયને અને જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી સાથે દ્રિપક્ષીય વાતચીત કરી હતી. જાપાનની રાજધાની ટોક્યોમાં દ્રિપક્ષીય,ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
ભારતના વિદેશ પ્રધાન
આ સિવાય જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી સાાથે ભારતીય વિદેશ પ્રધાને દ્રિપક્ષીય વાતચીત કરી હતી. વિદેશ પ્રધાન જયશંકરે ટ્વિટ કરી કહ્યું કે, તોશિમિત્સુ મોતેગીને તેમના જન્મદિવસની શુભકામના આપી હતી. તેમજ જાપાનની સાથે વાતચીતમાં વિનિર્માણ, કૌશલ્ય, આઈસીટી અને સ્વાસ્થય જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.