ટોક્યો : વિદેશ પ્રધાન એસ જયશંકરે જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગીની સાથે દ્રિપક્ષીય બેઠક કરી હતી. ક્વાડ સમૂહના દેશો (જાપાન, સંયુકત રાજ્ય અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત)ના વિદેશ પ્રધાનોએ ટોક્યોમાં મુલાકાત કરી હતી.
વિદેશ પ્રધાન જયશંકરે જાપાન સમકક્ષ સાથે દ્રિપક્ષીય વાતચીત કરી - gujaratinews
ક્વાડ સમૂહની ટોક્યોમાં મળેલી બેઠક બાદ આજે વિદેશ પ્રધાન જયશંકરે જાપાની સમકક્ષ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંન્ને દેશોના સંબંધને મજબૂત કરવા પર ચર્ચા કરાઇ હતી.
![વિદેશ પ્રધાન જયશંકરે જાપાન સમકક્ષ સાથે દ્રિપક્ષીય વાતચીત કરી Quad meet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9081450-thumbnail-3x2-ewuiqeq.jpg)
ક્વાડની બેઠકમાં જાપાને આશા વ્યક્ત કરી કે, બેઠક ચીનની વધતી આક્રમકતાના મુકાબલો કરવા પર કેન્દ્રિત સ્વતંત્ર અને મુક્ત હિન્દ-પ્રશાંત પહલ પર ચારેય સભ્યો દેશોની ભાગેદારીને વધારવા મદદ કરશે.બેઠક બાદ વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે, જાપાનના વડાપ્રધાન યોશીહાઈડ સુગા અને અન્ય કવાડ વિદેશ પ્રધાનોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિશેષ ભાગીદારીના દ્રિપક્ષીય અને વૈશ્વિક આયામો વિશે વાત કરી હતી.
6 ઓક્ટોમ્બરના રોજ મળેલી ક્વાડ સમૂહના વિદેશ પ્રધાનોની બેઠકમાં ચીનની આક્રમકતા પર ચર્ચા કરવામાં આવી છે. આ જ ક્રમમાં ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓની વચ્ચે પણ વાતચીત થઈ હતી. આપને જણાવી દઈએ કે, ક્વાડના ચતુર્ભુજીય સંગઠનમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રના 4 દેશ ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા સામેલ છે.