ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રશ્નોત્તરી લોકશાહીનો પાયો છે - સર વિલિયમ આઇવર જેનિંગ્સ

છેલ્લા બજેટ સત્ર પછી ૧૭૪ દિવસના લાંબા ગાળાએ સંસદનું ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી યોજાશે... દાયકાઓમાં આવી ઘટના ક્યારેય આવી નહોતી બની! સંસદના બંને સત્રો વચ્ચેનો અંતર છ મહિનાથી વધુ ન હોવો જોઈએ તેવા બંધારણીય આદેશના પાલનમાં ચોમાસુ સત્ર યોજવામાં આવી રહ્યું છે. તેને આ વખતે 'કોવિડ સત્ર' કહી શકાય છે! સંસદનું આ સત્ર એવા સમયે યોજાવાનું છે જ્યારે કોવિડ રોગચાળો દેશભરમાં ૪૧ લાખથી વધુ કેસ અને ૭૦ હજારથી વધુ લોકોનાં મોતની ઘટના સામે આવી રહી છે. કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ આરોગ્ય કટોકટીની સ્થિતિએ સંસદની બેઠકો પર નોંધપાત્ર અસર કરી છે.

essence of democracy
essence of democracy

By

Published : Sep 9, 2020, 9:42 AM IST

૧૪ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન વિરામ વગર યોજાનાર સત્રો બે પાળીમાં યોજાશે- સવારે લોકસભા અને બપોરે રાજ્યસભા. નવીનતમ નિયમોમાં એ નક્કી કરાયું છે કે દરેક પાળી ચાર કલાકની કરી દેવામાં આવી હોવાથી, કોઈ પ્રશ્ન કાળ નહીં યોજાય, શૂન્ય કાળ અડધો કલાક સુધી મર્યાદિત રહેશે, અને ખાનગી સભ્યના ખરડાને અનુમતિ આપવામાં આવશે નહીં. સરહદો પર ચીનના અતિક્રમણ, ઘર આંગણે કોરોનાથી થયેલાં મૃત્યુ, જીડીપીનો ઘટેલો માઈનસ ૨૩ ટકા દર, સ્થિર રોજગાર અને અભૂતપૂર્વ ઔદ્યોગિક સુસ્તી એ બધી બાબતો આવનારી આફતોના સંકેત છે. આ સંજોગોમાં સરકારને પ્રશ્ન કરવા, જનકલ્યાણના વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરવા અને બુદ્ધિગમ્ય જવાબો પર પહોંચવા માટે પ્રશ્નકાળ એ યોગ્ય મંચ હોઈ શકે છે.

પ્રશ્ન કાળ રદ થવા છતાં, કેન્દ્ર સરકાર કહે છે કે તે ‘અ-તારાંકિત’ પ્રશ્નોના લેખિત જવાબો આપશે - તે મૌખિક જવાબોનો વિકલ્પ નથી. જ્યારે લોકશાહીનો સાર જવાબદેહી હોય ત્યારે પ્રશ્નકાળ રદ્દ કરવાનો કોઈ અર્થ નથી. ભારત-ચીન અને ભારત-પાક યુદ્ધોની કટોકટી દરમ્યાન પ્રશ્નોત્તરીકાળ રદ થવાના દાખલાઓ હોવા છતાં, હાલનું સંકટ તેમનાથી અલગ છે. સંકટ સમયે પુખ્ત પ્રશ્ન કાળ સંસદના સંયુક્ત શાણપણની યોગ્ય કસોટી છે.

બંધારણીય નિષ્ણાંત સર વિલિયમ આઇવર જેનિંગ્સના શબ્દો એકદમ સાચા છે કે સંસદનું કાર્ય શાસન કરવાનું નથી, પરંતુ દલીલ કરવા, ચર્ચા કરવા અને વધુ સારા નિર્ણય પર પહોંચવાનું છે. આદર્શ લોકશાહી તે છે જે શાસક સરકારને યોગ્ય દિશામાં ચલાવવા માટે વિપક્ષની ટીકાના અધિકારને માન્ય રાખે છે. ૧૯૫૭માં સંસદના સવાલ-જવાબ સત્ર દરમિયાન બિહારના સાંસદ રામસુભાગ સિંહે તત્કાલીન નાણાં પ્રધાન ટીટી કૃષ્ણમચારીને પૂછેલા પ્રશ્ને સ્વતંત્ર ભારતમાં પ્રથમ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પ્રતિનિધિઓના ગૃહના સભ્યોની પવિત્ર ફરજ છે કે તે લોકો વતી કાર્યપાલિકાને વિધાનપાલિકા પ્રત્યે જવાબદાર બનાવવા માટે કાર્યપાલિકા સામે સવાલો ઉઠાવે. આ માટે, બ્રિટનના વડા પ્રધાનને પ્રશ્ન કાળ દરમિયાન દર બુધવારે સભ્યોને વ્યક્તિગત જવાબ આપવા માટે ઈ. સ. ૧૯૬૧થી અડધો કલાક અપાયો છે. સંસદ, જે વર્ષમાં ઓછામાં ઓછા ૧૬૦ દિવસ મળે છે, તેમાં વિપક્ષને સત્ર દીઠ ૨૦ દિવસ માટે કાર્યસૂચિ નક્કી કરવાનો લહાવો મળે છે જે લોકશાહીની ભાવનાને જીવંત બનાવે છે.

લોકસભા સચિવાલય પોતે જ ઘોષણા કરે છે કે સંસદમાં સવાલો પૂછવાનો સભ્યોનો અભિન્ન અધિકાર છે, તેમ છતાં છેલ્લા લોકસભા સત્ર દરમિયાન પ્રશ્ન કાળના માત્ર ૬૭ ટકા સમયનો જ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૦૯-૧૯ દરમિયાન રાજ્યસભા તેના પ્રશ્નો અને જવાબના સમયનો માત્ર ૪૧ ટકા જ ઉપયોગ કરી શકી હતી, પ્રશ્ન કાળ નાબૂદ કરવાનો આક્ષેપ લગાવનાર પક્ષોએ ભૂતકાળમાં જે કિંમતી સમયનો વ્યય કર્યો હતો તેના પર આત્મમંથન કરવું જોઈએ. નવા ભારતના અનાવરણની દિશામાં ગયા વર્ષે 'સબ કા સાથ, સબ કા વિશ્વાસ, સબ કા વિશ્વાસ' સૂત્ર આપનારા વડા પ્રધાન મોદીએ પણ સંસદના સત્રમાં નિષ્ઠાપૂર્વક આ ભાવનાને પ્રાધાન્ય આપવું જ જોઈએ.

ABOUT THE AUTHOR

...view details