ભોપલઃ રાજધાની ભોપાલમાં 5 સગીર યુવતીઓનું જાતીય શોષણ કરનારા અને દેહ વ્યાપાર કરનારા પત્રકાર પ્યારે મિયાંની પૂછપરછ મધ્યપ્રદેશ એટીએસ અને ગુપ્તચરની ટીમે કરી છે. આ ઇન્વેસ્ટિગેશન વિંગ પ્યારે મિયાંની પૂછપરછ કરીને જમ્મુ કનેક્શન શોધવામાં કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે.
પ્યારે મિયાંનું જમ્મુ કનેક્શન, મધ્યપ્રદેશ ATS દ્વારા પૂછપરછ ચાલુ - મધ્ય પ્રદેશ ન્યૂઝ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 5 સગીર યુવતીઓનું જાતીય શોષણ કરનારા અને દેહ વ્યાપાર કરનારા પત્રકાર પ્યારે મિયાંની પૂછપરછ મધ્યપ્રદેશ એટીએસ અને ગુપ્તચરની ટીમે કરી છે.
સગીર યુવતીઓના જાતીય શોષણમાં સામેલ પત્રકાર પ્યારે મિયાંની મધ્યપ્રદેશ એટીએસની ટીમ અને ગુપ્તચર શાખા દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. તે જમ્મુ કાશ્મીર કેમ ગયો હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં તેના કોઈ સાથી પણ તેમને મદદ કરતા હતા કે પછી પ્યારે મિયાં જમ્મુ-કાશ્મીર થઈને દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટીએસની ટીમ એ જાણવાની કોશિશ કરી રહી છે કે, પ્યારે મિયાંનો કોઈ આતંકી સંગઠન સાથે કોઈ સંબંધ છે કે કેમ. કારણ કે, પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પ્યારે મિયાં મોટા ડ્રગ માફિયાઓના સંપર્કમાં હતો.
આ સિવાય ગુપ્તચર ટીમે ભોપાલ પોલીસને પ્યારે મિયાં વિશે સંપૂર્ણ માહિતી માગી હતી. અને ગુપ્તચર અધિકારીઓએ પ્યારે મિયાંની પૂછપરછ કરી છે. પોલીસ અને ઇન્વેસ્ટિગેશન વિંગ્સને શંકા છે કે, પ્યારે મિયાંનો જમ્મુ-કાશ્મીર સાથે કોઈ સંબંધ છે. એસઆઈટીએ પણ પ્યારે મિયાંને જમ્મુ-કાશ્મીર કનેક્શન વિશે પૂછપરછ કરી છે અને આ દિશામાં સતત તપાસ કરવામાં આવી રહી છે. જો કે, પોલીસ અધિકારીઓ આ વિશે કંઇ પણ કહેવાનું ટાળતા હોય તેવું લાગે છે.