ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખરીદશક્તિ સમાનતા અને ભારતીય અર્થતંત્રનું કદ - economynews

વિશ્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ (આઈસીપી) હેઠળ સંદર્ભ વર્ષ ૨૦૧૭ હેઠળ નવી ખરીદશક્તિ સમાનતા (પીપીપી) જાહેર કરી છે જે વિશ્વનાં બધાં અર્થતંત્રોમાં જીવન ધોરણમાં મતભેદો માટે અનુકૂલન સાધે છે. આઈસીપીના વર્ષ ૨૦૧૭ ચક્રમાં વૈશ્વિક રીતે ૧૭૬ અર્થતંત્રોએ સહભાગિતા કરી.

INDIAN ECONOMY
INDIAN ECONOMY

By

Published : Jun 26, 2020, 1:04 PM IST

હૈદરાબાદ :અર્થતંત્રોમાં સરખામણી કરી શકાય તે માટે આર્થિક પ્રવૃત્તિઓનાં પગલાંને પરિવર્તિત કરવા માટે ખરીદશક્તિ સમાનતા (પીપીપી) મહત્ત્વની છે. આ પીપીપી નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે સંયુક્ત રાષ્ટ્રો આંકડાશાસ્ત્રીય પંચ (યુએનએસસી)ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ (આઈસીપી) વિશ્વવ્યાપી સૌથી મોટો આંકડા એકઠા કરવાનો કાર્યક્રમ છે. પીપીપીની સાથે આઈસીપી ભાવ સ્તર સૂચકાંક (પ્રાઇસ લેવલ ઇન્ડાઇસીસ-પીએલઆઈ) અને ક્ષેત્રીય રીતે સરખામણી થઈ શકે તેવા જીડીપી ખર્ચનો સરવાળો પણ નિર્માણ કરે છે.

૧૯૭૯માં આઈસીપી શરૂ થયો ત્યારથી ભારતે લગભગ તેના તમામ તબક્કાઓમાં ભાગ લીધો છે. આંકડાશાસ્ત્રીય અને કાર્યક્રમ અમલ મંત્રાલય ભારત માટે રાષ્ટ્રીય અમલકર્તા સંસ્થા (એનઆઈએ) છે. તે રાષ્ટ્રીય આઈસીપી પ્રવૃત્તિઓના આયોજન, સંકલન અને અમલ માટે જવાબદાર છે. આઈસીપી ૨૦૧૭ના ચક્ર માટે ઑસ્ટ્રિયાના આંકડાશાસ્ત્રીય વિભાગ સાથે ભારતે આઈસીપી સંચાલન મંડળના સહ અધ્યક્ષની ખુરશી શોભાવવાનું ગૌરવ મેળવ્યું છે. વિશ્વવ્યાપી દરજ્જો.

સકળ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) સ્તરે એક અમેરિકી ડૉલર દીઠ ભારતીય રૂપિયાની ખરીદ શક્તિ સમાનતા વર્ષ ૨૦૧૧માં ૧૫.૫૫ હતી તે વર્ષ ૨૦૧૭માં હવે ૨૦.૬૭ થઈ છે. અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયાનો હુંડિયામણ દર આ જ સમયગાળામાં ૪૬.૬૭થી લઈને ૬૫.૧૨ થયો છે. ભાવ સ્તર સૂચકાંક (પીએલઆઈ) જે પીપીપીનો તેના સંબંધિત બજાર હુંડિયામણ દર સાથેનો ગુણોત્તર છે તેનો ઉપયોગ અર્થતંત્રના ભાવ સ્તરની સરખામણી કરવા થાય છે. ભારતનો પીએલઆઈ વર્ષ ૨૦૧૧માં ૪૨.૯૯ હતો તે વર્ષ ૨૦૧૭માં ૪૭.૫૫ થયો છે.

વર્ષ ૨૦૧૭માં ભારતે તેની વૈશ્વિક સ્થિતિ જાળવી અને ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે મજબૂત કરી. તેણે પીપીપીની રીતે વૈશ્વિક સકળ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં ૬.૭ ટકાનું (વિશ્વના કુલ ૧,૧૯,૫૪૭ અબજ ડૉલરમાંથી ૮,૦૫૧ અબજ ડૉલર)નું પ્રદાન આપ્યું જ્યારે ચીને ૧૬.૪ ટકા અને અમેરિકાએ ૧૬.૩ ટકા આપ્યું. વૈશ્વિક વાસ્તવિક વ્યક્તિગત ઉપભોગ અને વૈશ્વિક સકળ મૂડી નિર્માણમાં તેના પીપીપી આધારિત હિસ્સાની રીતે પણ ભારત રાષ્ટ્રીય હિસાબ વિભાગ આઈએસ/આઈએસઓ ૯૦૦૧: ૨૦૧૫ સર્ટિફાઇડ પેજ ૨નું પેજ ૨માં સૌથી મોટું ત્રીજું અર્થતંત્ર છે. ક્ષેત્રીય દરજ્જો : એશિયા-પ્રશાંત ક્ષેત્ર.

વર્ષ ૨૦૧૭માં ભારતે બીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે તેની ક્ષેત્રીય સ્થિતિ જાળવી રાખી અને પીપીપીની રીતે ક્ષેત્રીય સકળ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં ૨૦.૮૩ ટકા (એશિયા પ્રશાંત ક્ષેત્રના કુલ ૨,૩૨,૩૪૪ અબજ હૉંગ કૉંગ ડૉલરના ૪૮,૩૯૫ હૉંગ કૉંગ ડૉલર)નું પ્રદાન આપ્યું જ્યારે ચીન ૫૦.૭૬ ટકા સાથે પ્રથમ અને ઇન્ડોનેશિયાના ૭.૪૯ ટકા સાથે ત્રીજું રહ્યું. ક્ષેત્રીય વાસ્તવિક વ્યક્તિગત ઉપભોગ અને ક્ષેત્રીય સકળ મૂડી નિર્માણમાં તેના પીપીપી આધારિત હિસ્સાની રીતે પણ ભારત બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે.

એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ૨૨ સહભાગી અર્થતંત્રો પૈકી સકળ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) પર પ્રતિ હૉંગ કૉંગ ડૉલર ભારતીય રૂપિયાની ખરીદશક્તિ સમાનતા (પીપીપી) સ્તર વર્ષ ૨૦૧૧માં ૨.૯૭ હતું જે વર્ષ ૨૦૧૭માં ૩.૪૩ થયું છે. હૉંગ કૉંગ ડૉલરની સામે ભારતીય રૂપિયાનો હુંડિયામણનો દર આ જ સમયગાળા દરમિયાન ૬.૦૦ હતો તે વધીને ૮.૩૬ થયો છે. ભારતનો ભાવ સ્તર સૂચકાંક (પીએલઆઈ) ૨૦૧૧માં ૭૧.૦૦ હતો જે હવે વર્ષ ૨૦૧૭માં ૬૪.૦૦ થયો છે.

આઈસીપી ૨૦૧૭નાં પરિણામો આઈસીપીની વેબસાઇટ અને વિશ્વ બૅન્કની ડેટાબૅન્ક અને ડેટા કેટલૉગ પર પ્રાપ્ય છે. અગાઉના આઈસીપી સંદર્ભ વર્ષ ૨૦૧૧નાં સુધારેલાં પરિણામો પણ જાહેર કરાયાં છે અને ૨૦૧૨-૨૦૧૬ના અંતરાલ માટે વાર્ષિક પીપીપીના અંદાજો પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે પછી આઈસીપી સરખામણી સંદર્ભ વર્ષ ૨૦૨૧ માટે હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details