અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં આશ્રમ પ્રમુખો પર બે મહિલાઓએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાઓ સાથે દુષ્કર્મ કરવાના આક્ષેપમાં એક આશ્રમના બે પ્રમુખોની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે, આશ્રમમાં દરોડા પાડીને 25 વર્ષઈય અને 40 વર્ષીય મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી.
વધુમાં પોલીસે માહિતી આપી હતી કે, મહિલાઓ અનુસાર, થોડા સમય પહેલા આશ્રમના બે સહવાસિઓ સૂરજ નાથ અને નચતર નાથે તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાઓએ જણાવ્યું હતું કે, જ્યારે તે (મહિલાઓ) રવિવારે તેની ફરિયાદ કરવા આશ્રમના બે પ્રમુખો ગિરદારી નાથ અને વરિંદર નાથ પાસે ગઇ, તો આ બંનેએ પણ દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસ ઉપાધીક્ષક ગુરપ્રતાપ સિંહ સહોટાએ જણાવ્યું કે, લેખિત ફરિયાદ બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
એક ડ્યુટી મેજિસ્ટ્રિટની ઉપસ્થિતિમાં આ ધરપકડ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ આયોગે એક સભ્યની લેખિત ફરિયાદ મળવા પર આ કાર્યવાહી કરી હતી.
વધુમાં આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.