- કૃષિ કાયદા વિરુદ્ધ બિલ વિધાનસભામાં રજૂ
- કૃષિ બિલનો સખત વિરોધ
- અગાઉ આપ પાર્ટીના સભ્યોએ ગૃહની અંદર ધરણા કર્યા
ચંદીગઢ: પંજાબ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મંગળવારે કૃષિ કાયદા વિરુદ્ધ બિલ લાવવામાં આવશે. અગાઉ, સોમવારે, ગૃહના પહેલા દિવસે, સત્રની કાર્યવાહી ફક્ત 35 મિનિટ સુધી ચાલી હતી. પંજાબ સરકારે સોમવારે વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ લાવવામાં આવનારા બિલને એક દિવસ માટે મુલતવી રાખવામાં હતું. તેના પર વિપક્ષી સભ્યોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના સભ્યોએ ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ ગૃહની અંદર ધરણા કર્યા હતા. વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે માત્ર નાના કામ થયા હતા. સવારે 11 વાગ્યે સદનની કાર્યવાહી શરૂ થઈ હતી.