ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબઃ ટ્રેન જવાની અફવા, હજારોની સંખ્યામાં એકત્રિત થયા શ્રમીકો - કોરોના અફવા

સમગ્ર દેશમાં કોરોના મહામારી ફેલાયેલી છે. આ વાઇરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. તે દરમિયાન દેશના વિવિધ ભાગમા ફસાયેલા શ્રમીકો પોતાના ઘરે જવા માટે મુશ્કેલીમાં છે. આ ક્રમમાં શનિવારે પંજાબમાં હજારોની સંખ્યામાં પ્રવાસી શ્રમીકો એકત્રિત થઇ ગયા હતા. જો કે, પ્રશાસને આ તમામ શ્રમીકોને સમજાવી પરત મોકલી આપ્યા છે.

ETV BHARAT
પંજાબઃ ટ્રેન જવાની અફવા, હજારોની સંખ્યામાં એકત્રિત થયા મજૂરો

By

Published : May 9, 2020, 8:27 PM IST

ચંદીગઢઃ સમગ્ર દેશમાં અચાનક આવેલી કોરોના મહામારી સામે લડવા માટે ભારતમાં લોકડાઉન છે. તે દરમિયાન દેશના ઘણા ભાગમાં પ્રવાસી મજૂરો ફસાયા છે. લોકડાઉન 3.0માં સરકાર ઠીલ આપીને આ શ્રમીકોને પોતાના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેન દોડાવવી પણ શરૂ કરી છે. આ કડીમાં પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં હજારોની સંખ્યામાં ઘર જવા માટે શ્રમીકો એકત્રિત થઇ ગયા હતા.

ફતેહગઢ સાહિબ જિલ્લાના મંડી દોહિંદગઢ શહેરમાં તે સમયે અફરાતફરીનો માહોલ બની ગયો હતો, જે સમયે હજારોની સંખ્યામાં શ્રમીકો પોતાની મેડિકલ તપાસ કરાવવા માટે એકત્રિત થઇ ગયા હતા. આ પ્રવાસી શ્રમીકો વચ્ચે કોઈએ અફવા ફેલાવી હતી કે, ટ્રેન ચાલવાની છે. જેથી તપાસ કરાવી લો.

આ અંગે SDM આનંદે જણાવ્યું કે, આ તમામ લોકો ટ્રેન શરૂ થવાની અફવાના કારણે એકઠા થયા હતા. તેમને સમજાવીને પરત મોકલી દેવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસને ઘણી સ્પેશિયલ ટીમો બનાવી છે. જે પ્રવાસી શ્રમીકોનું રજિસ્ટ્રેશન કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details