ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાં 'રેલ રોકો' આંદોલન 8 ઓક્ટોબર સુધી વધારાયું - 'રેલ રોકો' આંદોલન

નવા કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબમાં 'રેલ રોકો' આંદોલનનું નેતૃત્વ કરી રહેલી કિસાન મઝદુર સંઘર્ષ સમિતિએ હવે વિરોધ પ્રદર્શન 8 ઓક્ટોબર સુધી વધાર્યું છે. સરકારે સંસદમાંથી ત્રણ કૃષિ બિલ પસાર કર્યા હતા.આ બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ બિલ હવે કાયદો બની ચૂક્યો છે.

Punjab farmers
પંજાબ

By

Published : Oct 5, 2020, 10:17 AM IST

પંજાબ : નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. અમૃતસરના દેવિદાસપુર ગામમાં ખેડૂત મજદૂર સંધર્ષ કમીટીનું રેલ રોકો આંદોલન ચાલું છે. કિસાન મઝદુર સંઘર્ષ સમિતિએ હવે વિરોધ પ્રદર્શન 8 ઓક્ટોબર સુધી વધાર્યું છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલા નવા કૃષિ કાયદા વિરુદ્ધ મોગામાં આયોજીત ટ્રેક્ટર રેલીનું નેતૃત્વ કર્યું હતુ. રાહુલગાંધીએ મોગામાં જનસભા પણ સંબોધી હતી. નવા કૃષિ કાયદાને પંજાબના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની આશંકા છે કે, કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સુધારાથી એપીએમસીને સમાપ્ત કરી રસ્તો સાફ થશે. મોટી કંપનીઓ રાજ કરશે, પરંતુ સરકારનું કહેવું છે કે, એપીએમસીની પ્રણાલીમાં કોઈ બદલાવ આવશે નહી.

મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કૃષિ બિલના વિરોધમાં શિરોમણિ અકાલી દળે NDA સાથે છેડો ફાડી નાંખ્યો છે. આ પહેલા હરસિમરત કૌરે બિલના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. કૃષિ બિલને લઈ ઘણા રાજ્યોમાં ખેડૂતો અને વિરોધી પક્ષો બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કિસાન મઝદુર સંઘર્ષ સમિતિએ હવે વિરોધ પ્રદર્શન 8 ઓક્ટોબર સુધી વધાર્યું છે.

ABOUT THE AUTHOR

...view details