ચંડીગઢઃ પંજાબમાં ઝેરી દારૂના સેવનથી મૃતકોની સંખ્યા વધીને 45 થઇ છે. આ મોત અલગ- અલગ જગ્યાએ થઇ છે. મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે આ મામલે મેજિસ્ટ્રેલ તપાસના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે ઝેરી દારૂના સેવનથી લોકોના મોત થયા છે.
મેજિસ્ટ્રેલ તપાસ અલગ-અલગ પરિસ્થિતિઓના મુદ્દાઓ સાથે જોડાયેલી છે. એક આધિકારીક પ્રવક્તા અનુસાર, આ તપાસ જાલંધરના ડિવિઝન કમિશ્નર, સંયુક્ત આબકારી અને કરાધાન આયુક્ત પંજાબ અને સબંધિત જિલ્લાના એસપી દ્વારા કરવામાં આવશે.
મુખ્ય પ્રધાને કમિશ્નર જાલંધર ડિવિઝનને કોઇ પણ સિવિલ, પોલીસ અધિકારી અથવા કોઇ વિશેષજ્ઞને તપાસના શીધ્રતાથી સંચાલનની સુવિધા આપવાની સ્વતંત્રતા આપી છે. તેમણે આ મામલે કોઇની સાથે મિલીભગત સામે આવવા પર કાર્યવાહીનું વચન આપ્યું છે. જેમાં અત્યાર સુધીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તત્કાલ અને ગંભીર કેસને ધ્યાને રાખીને કૈપ્ટન અમરિંદર સિંહે પોલીસને નિર્દેશ આપ્યા છે કે, તે રાજ્યમાં ચાલી રહેલા કોઇ પણ પ્રકારની દારૂ બનાવતી કંપનીઓમાં તપાસ અભિયાન શરૂ કરે.
આ મામલે પોલીસે બલવિંદર કૌર વિરૂદ્ધ આઇપીસીની કલમ 304 અને આબકારી એક્ટ 61/1/14 હેઠળ ગુનો નોંધ્યો છે.