ચંદીગઢ: તેમના 'વિકલી # આસ્કકેપ્ટન' ફેસબુક લાઇવ સેશનમાં મુખ્યપ્રધાનએ કહ્યું કે, યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને તેમના પાછલા વર્ષનાં રિઝલ્ટને આધારે પ્રમોશન આપવામાં આવશે. તેમ છતાં, જે વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ સુધારવા માગે છે, તેઓ પાસે કોવિડ મહામારી સમાપ્ત થયા પછી, નવી પરીક્ષા આપવાનો વિકલ્પ હશે. યુનિવર્સિટીઓ અને કોલેજ આ નિર્ણયના અમલીકરણ માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં નિર્ણય જાહેર કરવામાં આવશે.
પંજાબના CMએ યુનિવર્સિટી અને કોલેજની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી - PUNJAB CM ANNOUNCES
પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે શનિવારના રોજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં યુનિવર્સિટી અને કોલેજની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આ સમયમાં કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઇન લેવામાં આવતી પરીક્ષાઓ ચાલુ રહેશે.
પંજાબના CMએ યુનિવર્સિટી અને કોલેજની પરીક્ષા રદ કરવાની કરી જાહેરાત
સ્કૂલ બોર્ડની પરીક્ષાઓ અંગે મુખ્યપ્રધાનએ કહ્યું કે, થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા CBSE નિર્ણયનું રાજ્ય દ્વારા પાલન થઈ રહ્યું છે.