ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લગ્નમાં વર-કન્યાને માસ્ક ન લગાવવા બદલ ફટકારાયો 10 હજારનો દંડ - પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ

પંજાબ-હરિયાણા હાઇકોર્ટે લગ્ન દરમિયાન માસ્ક ન પહેરવા બદલ વરરાજા અને અન્ય લોકોને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ અદાલતે કહ્યું હતું કે, એકત્રિત થયેલા નાણામાંથી શક્ય તેટલા લોકોને માસ્કની વેંચણી કરવી જોઈએ. સંપૂર્ણ સમાચાર વાંચો...

ે્નુ
લસમં

By

Published : Jun 3, 2020, 7:29 PM IST

ચંદીગઢ: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે લગ્ન દરમિયાન માસ્ક ન પહેરવા બદલ વરરાજા અને અન્ય લોકોને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આદેશ મુજબ આ દંડ હોશિયારપુરના ડેપ્યુટી કમિશનર અપનીત રિયાત (ડીસી)ને 15 દિવસની અંદર ચૂકવવો પડશે.

હાઈકોર્ટે ડીસી હોશિયારપુરને કહ્યું કે, વસૂલવામાં આવેલા દંડ થકી તે વધને વધુ લોકોને માસ્ક વિતરણ કરે.

હકીકતમાં એક યુવક યુવતીએ પરિવારની વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓએ હાઇકોર્ટનો સહારો લીધો હતો કે તેમને તેમના પરિવારના લોકો અલગ કરવા માંગે છે.

આ દરમિયાન જ્યારે કોર્ટમાં લગ્નની તસવીર દેખાડવામાં આવી ત્યારે યુવક અને યુવતીએ માસ્ક પહેર્યા ન હતા જેથી બંને ને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details