ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરમાં આતંકી હુમલાને નિષ્ફળ બનાવવામાં સેનાની મળી સફળતા - સુરક્ષા દળો

જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં ગુરુવારે સુરક્ષાદળોએ મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

pulwama
કાશ્મીર

By

Published : May 28, 2020, 10:40 AM IST

Updated : May 28, 2020, 12:22 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સુરક્ષાદળોએ મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. જેમાં આતંકવાદી દ્વારા પુલાવામા નજીક એક કારમાં IED બોમ્બ મૂકવામાં આવ્યો હતો. જેની જાણકારી સેનાને સમયસર મળતાં બોમ્બને નષ્ટ કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધીની જાણકારી અનુસાર આ કાર આતંકવાદી ચલાવી રહ્યો હતો. તે ફરાર થઇ ગયો છે.

કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો ટળી ગયો

આ કારને કાશ્મીર પોલીસે ટ્રેક કરી છે. કાર કઠુઆમાં રજિસ્ટર્ડ થયેલી હતી. આ મામલો એનઆઈએ ને સોંપવામાં આવ્યો છે.

હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીર પોલીસનું ટ્વિટ
કારમાં રાખેલ વિસ્ફોટક
Last Updated : May 28, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details