નર્મદા (કેવડિયા) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત્ત વર્ષ પુલવામાં થયેલા આતંકી હુમલાની સત્યતાને પાકિસ્તાની સંસદમાં સ્વીકારવામાં આવી છે. આ હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના 40 જવાનો શહિદ થયા હતા.
દેશમાં પુલવામાં હુમલા બાદ કેટલાક લોકો દુખી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે દેશમાં પુલવામાં હુમલા બાદ કેટલાક લોકો દુખી હતા કેટલાક લોકો સ્વાર્થ અને અહંકારથી રાજકારણ કરી રહ્યા હતા.મોદીએ કહ્યું કે, આ નિવેદન એવા સમયે આવ્યું છે. કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ પાકિસ્તાનની સંસદમાં સ્વીકાર કર્યો કે, 2019માં જમ્મૂ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા માટે તેમનો દેશ જવાબદાર છે.વડાપ્રધાન મોદી આ દેશ પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જંયતી પર સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જનસભાને સંબોધન કરતા કહ્યું હતુ.