વારણસી : શહીદ જવાન 53 આરઆર બટાલિયનમાં તૈનાત શહીદ જવાન જિલાજીત યાદવ દોઢ વર્ષથી પુલવામામાં તૈનાત હતો. પુલવામામાં બુધવારે આતંકી હુમલામાં તે શહીદ થઇ ગયો હતો. શહીદનું પાર્થિવ શરીર ગુરૂવારે બપોરે વારાણસી એરપોર્ટ પહોંચશે તેવી સૂચના મળ્તાં બહુ મોટી સંખ્યામાં લોકો વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. શહીદ જવાનના લગ્ન 2016માં વારાણસી જિલ્લાના ઇંદરપુર ગામે થયાં હતા.
પુલવામામાં શહીદ જવાનનો પાર્થિવ દેહ વારાણસી એરપોર્ટ પર પહોંચ્યો - શહીદ થયેલ જવાન જિલાજીત
જમ્મુ કશ્મીરના પુલવામામાં બુધવારે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાન જિલાજીતનું પાર્થિવ શરીર એરફોર્સના વિશેષ વિમાન મારફતે વારાણસી એરપોર્ટ પહોંચ્યું હતું. એરપોર્ટ પર સશસ્ત્ર સલામી આપ્યા બાદ શહીદ જવાનના પાર્થિવ શરીરને 39 જીટીસી મોકલવામાં આવ્યો હતો. જ્યાંથી જૈનપુર મોકલવામાં આવશે, જ્યાં 14 ઓગસ્ટના શહીદની અંતિમ વિધી કરવામાં આવશે.
પુલવામા શહીદ થયેલ જવાનનો પાર્થિવ દેહ વારાણસી એરપોર્ટ પહોંચ્યો
વારાણસી એરપોર્ટ પર શહીદ જવાનનું પાર્થિવ શરીર પહોંચ્યા બાદ ત્યાં હાજર અધિકારીઓ તેમજ પરિવારોની આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે ત્યાં હાજર અધિકારીઓ અને અન્ય લોકોએ ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.