નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની (NIA) ટીમે 2019ના પુલવામા આતંકી હુમલાના કેસમાં 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. વર્ષ 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. ગત જુલાઈમાં NIAએ હુમલાના સાતમાં આરોપી બિલાલ અહેમદની ધરપકડ કરી હતી.
પુલવામા હુમલો: NIAએ ફાઈલ કરી 13500 પાનાની ચાર્જશીટ - પુલવામા આતંકી હુમલા કેસમાં ચાર્જશીટ દાખલ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની (NIA) ટીમે 2019ના પુલવામા આતંકી હુમલાના કેસમાં 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
બિલાલ અહેમદ પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના (JeM) આતંકવાદીઓને આશ્રય અને સહાય આપ્યો હતો. હુમલાના મુખ્ય ગુનેગારો તેમના ઘરે રોકાયા હતા જ્યાં અન્ય આતંકવાદીઓ સાથે હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હતી.
બિલાલ અહેમદે આતંકવાદીઓને મોબાઈલ ફોન પણ આપ્યા હતા. જેથી તેઓ હુમલો કરતા પહેલા એક બીજાનો સંપર્ક કરી શકે. એજન્સીના જણાવ્યા અનુસાર, આતંકવાદી સાથી બિલાલ દ્વારા અપાયેલા મોબાઇલ ફોન પરથી પણ આતંકવાદી આદિલ અહેમદ ડારનો એક વીડિયો રેકોર્ડ થયો હતો, જે હુમલો થયા બાદ વાઇરલ થયો હતો.