પિલ્લૈયરકુપ્પમ ગામના રહેવાસીઓએ પુડુચેરી પર્યાવરણ વિભાગ વતી ગામના કાઉન્સિલરો અને સભ્યોનું એક સંગઠન બનાવ્યું છે.
આ જૂથના સભ્યોને કાપડ અને કાગળથી બનેલી બેગ બનાવવા માટે તાલીમ આપવામાં આવી હતી. જે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવા માટે મદદરૂપ નિવડે છે. કાપડ અને કાગળની બેગ આસપાસના વિસ્તારમાં દુકાનદારોને વિતરણ કરવામાં આવે છે. આ પગલાની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા પુડુચેરીના એક ગામના લોકોએ આ ઉમદા કાર્ય શરુ કર્યુ ! પુડ્ડુચેરી સરકારના પર્યાવરણીય ઇજનેર સુરેશભાઈના જણાવ્યા અનુસાર, “પિલ્લૈયરકુપ્પમ ગામને 2010 માં પ્લાસ્ટિક મુક્ત ગામ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. હાલમાં અમે કરિયાણાની દુકાન અને ચાની દુકાનમાં પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડ અને કાગળની બેગનો ઉપયોગ કરવા લોકોને જાગૃત કરી રહ્યા છીએ. સ્થાનિક મહિલાઓ અને યુવાનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોના ઉત્પાદન માટે યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. હમણાં સુધી આ ગામ પ્લાસ્ટિકથી મુક્ત છે. "
પિલ્લૈયરકુપ્પમ ગામના લોકોનું આ ઉમદા કાર્ય પુડુચેરીને લોકપ્રિય પર્યટન સ્થળ બનાવવામાં મોટો ફાળો છે.