દિલ્હીમાં પ્રદુષણના કારણે હાલત ગંભીર બનતી જાય છે. પર્યાવરણ પ્રદુષણ નિયંત્રણ વિભાગે આ પરિસ્થિતિને ગંભીર શ્રેણીમાં મુકી છે. જેના કારણે ઠંડીમાં ફટાકડા ફોડવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે.
વાયુ પ્રદુષણના કારણે દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ, મંગળવાર સુધી શાળાઓમાં રજા
નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે બનાવેલી પેનલે શુક્રવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં જન આરોગ્ય આપાતકાલની ઘોષણા કરી છે. આ ઉપરાંત પાંચ નવેમ્બર સુધી તમામ નિર્માણ કાર્યો ઉપર રોક લગાવી શાળાઓમાં પણ મંગળવાર સુધી રજા જાહેર કરી છે.
વાયુ પ્રદુષણના કારણે દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ, મંગળવાર સુધી શાળાઓમાં રજા
એન્વાયરોમેન્ટ પોલ્યુસન કંટ્રોલ ઑથોરિટી(ECPA)ના અધ્યક્ષ ભુરે લાલે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવોને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે કહ્યુ હતું કે, દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા ખુબ જ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાય છે.
પત્રમાં એવો પણ ઉલ્લેખ હતો કે, આ પરિસ્થિતિની ગંભીરતા જન સ્વાસ્થ્ય ઈમરજન્સી તરીકે લેવી જોઈએ. આ વાયુ પ્રદુષણના કારણે લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થશે. ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર તેની વધારે અસર થશે.