ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ આજે નવો ઈતિહાસ સર્જયો છે. આજે સવારે પોલાર સેટેલાઈટ લોન્ચ વેહિકલ(PSLV)C-46 રોકેટ દ્વારા 300 કિલોગ્રામનો RISAT-2B સેટેલાઈટને અવકાશમાં છોડવામાં આવ્યું. આ સેટેલાઈટનું વજન 615 કિલોગ્રામ છે. તેની સાથે સિન્થેટિક અપર્ચર રડાર(SAR) ઈમેજરને મોકલવામાં આવ્યુ છે.
ISROની વધુ એક ઉપલબ્ધિ, RISAT-2B ઉપગ્રહનું આજે સવારે સફળ લોન્ચિંગ - risat-2b
ન્યુઝ ડેસ્કઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી આજે સવારે RISAT ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યુ છે. RISAT-2Bનું પ્રક્ષેપણ ઈસરો અને ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધી ગણાઈ રહી છે.
ISROની વધુ એક ઉપલબ્ધી, રિસેટ-2B ઉપગ્રહનું આજે સવારે લોન્ચીંગ સફળ
ISROના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઈમેજિંગ સેટેલાઈટ ધરતી પર થઈ રહેલી ઝીણાંમાં ઝીણી ગતિવિધિઓને જોઈ શકતી નથી. SAR આ ખામીને દુર કરી શકશે. આ સેટેલાઈટની મદદથી વાદળછાયા વાતાવરણમાં કે વરસાદ અથવા રાતના અંધારાના સમયમાં પણ સ્પષ્ટ તસવીર જાહેર કરશે. તેનાથી આપત્તિના સમયે રાહત પહોંચાડી શકાશે, તેમજ સુરક્ષાદળોને દુશ્મનોનું સાચુ લોકેશન મળી શકશે.
Last Updated : May 22, 2019, 8:55 AM IST