ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાનના પત્ર પર ગરમાયું બંગાળનું રાજકારણ, TMCએ આપ્યો વળતો જવાબ - TMC on Amit Shah's letter to Mamata over migrants' trains

પરપ્રાંતીય શ્રમિકોને થતી મુશ્કેલીને લઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા મમતા બેનર્જીને લખેલા પત્રનો TMCએ જવાબ આપ્યો છે. પક્ષે કહ્યું કે, શાહ આરોપ સાબીત કરે અથવા માફી માગે.

ગૃહ પ્રધાનના પત્ર પર ગરમાયુ બંગાળનું રાજકારણ, TMCએ આપ્યો એવો જવાબ
ગૃહ પ્રધાનના પત્ર પર ગરમાયુ બંગાળનું રાજકારણ, TMCએ આપ્યો એવો જવાબ

By

Published : May 9, 2020, 4:46 PM IST

કોલકત્તા : તૃણમૂલ કોંગ્રેસના ટોંચના નેતા અભિષેક બેનર્જીએ પશ્ચિમ બંગાળ સરકાર પર પરપ્રાંતીયોને લઇને આવનારી ટ્રેનને આવવા ન દેવાના લાગેલા આરોપના પત્ર પર ગૃહ પ્રધાન અમિત શાહને કહ્યું કે, તે પોતાના આરોપ સાબિત કરે અથવા માફી માગે.

બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, ગૃહ પ્રધાન કેટલાક સમય સુધી ચુપ રહ્યા બાદ ખોટું બોલી લોકોને અવડે માર્ગે ધકેલી રહ્યા છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું કે શાહ એ લોકોની વાત કરી રહ્યા છે, જેને કેન્દ્રને કિસ્મતના ભરોસા પર મૂકી દીધી છે.

આ તકે અભીષેકે ટ્વીટ કર્યુ હતુ કે, 'આ સંકટના સમયે નાકામ રહેલા ગૃહ પ્રધાને કેટલાક સમય સુધી ચુપ રહ્યા બાદ ખોટુ બોલી લોકોને અવડે માર્ગે દોરી રહ્યા છે. સમસ્યા એ છે કે એવા લોકોની વાત કરી રહ્યા છે જેને કેન્દ્રને કિસ્મતના ભરોસા પર મુકી દીધી છે. આ તકે અમિત શાહ પોતાના ખોટા આરોપને સાબીત કરે અથવા માફી માગે.’

ABOUT THE AUTHOR

...view details