JNU હિંસા મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ યથાવત - વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ યથાવત
નવી દિલ્હી: JNU હિંસા બાદ JNU વિદ્યાર્થી સંગઠનો દ્વારા સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. જે વિરોધ પ્રદર્શન શુક્રવારે પણ યથાવત રહ્યું હતું. જેમાં અલગ અલગ વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થી અને યુનિવર્સિટીના શિક્ષકો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. જે દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
JNU મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ યથાવત
JNUમાં ફી વધારાને લઇને મેન્યુઅલમાં કરેલા બદલાવના વિરોધમાં છેેલ્લા કેટલાક મહિનાઓથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. જે દરમિયાન 3 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના સામે આવી હતી અને 5 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીમાં હિંસા થઇ હતી. જે બાદ યુનિવર્સિટીમાં તણાવનો માહોલ રહ્યો છે. આ મુદ્દાને લઇને દેશમાં રાજકારણ ગરમાયુ છે. આ સમગ્ર વિરોધ વચ્ચે ગઇકાલે શુક્રવારે પણ વિરોધ યથાવત રહ્યો હતો.