ETV BHARAT સાથે વાત કરતા AICCTU ના અધ્યક્ષ સંતોષ રોયે જણાવ્યું કે, " ભારતીય રેલ્વેના ખાનગીકરણના માત્ર રેલ્વે કર્મચારી જ નહીં પરંતુુ તેનાથી કરોડો લોકોને અસર થશે. ભારતીય રેલ લોકલ જનતા માટે છે.
રેલવેના ખાનગીકરણ સામે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: અખિલ ભારતીય કેન્દ્રીય વ્યાપાર સંધે (AICCTU) આજે જંતર-મંતર પર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. AICCTU નું કહેવુ છે કે, સરકાર રેલવેના ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે, જેને લઈ આ વિરોધ થઈ રહ્યો છે.
AICCTUનું સરકાર સામે વિરોધ પ્રદર્શન, રેલ્વેના ખાનગીકરણનો લગાવ્યો આરોપ
તેઓેએ આગળ કહ્યું કે, જનતાએ મોદી સરકારને ભારતીય રેલ્વેને ખાનગીકરણ માટેે આમંત્રણ આપ્યું છે. સરકાર વિરોધ થયો હોવા છતાં પણ તેજસ એકસ્પ્રેસનું ખાનગીકરણ કરવાની યોજના તૈયાર કરી રહી છે.
જ્યારે AICCTUના સચિવ શ્વેતાએ જણાવ્યું કે, " વિવિધ ઉત્પાદન એકમોના રેલ્વે કર્મચારીઓ ખાનગીકરણ વિરૂદ્ધ લડી રહ્યાં છે. ખાનગીકરણ એટલે કે ભાડામાં વધારો થશે જેનાથી અપડાઉન કરનારા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ.