મહારાષ્ટ્રના પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ બહાર રવિવારે મધરાત્રે છાત્રોએ ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવાનું શરૂ કર્યું છે. JNUમાં થયેલી હિંસા વિરૂદ્ધ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ABVP અને RSS વિરૂદ્ધ સુત્રોચાર કર્યા હતા.
JNU હિંસાઃ મુંબઈમાં પણ વિદ્યાર્થીનો વિરોધ, અમિત શાહના રાજીનામાની માગ - મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયા
મુંબઈઃ જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને લેફ્ટના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, તો અનેક વિદ્યાર્થીઓ ગુમ પણ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે મધરાત્રે મહારાષ્ટ્રમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં JNU હિંસા વિરૂદ્ધ પ્રદર્શન
આ સાથે જ મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયા બહાર પણ વિવિધ સંસ્થાઓ તેમજ અલગ અલગ કોલેજના છાત્રો ઉમટ્યા છે અને આ હિંસાની વિરૂદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહના તાત્કાલિક રાજીનામાની પણ માગ કરવમાં આવી રહી છે.
Last Updated : Jan 6, 2020, 9:28 AM IST