નાગરિકતા સુધારા કાયદો (CAA)ના વિરોધની વચ્ચે વિપક્ષનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિને મળવા માટે આ પ્રતિનિધિમંડળ આજે સાંજે 4 વાગ્યે દિલ્હી પહોંચશે.
CAAના વિરુદ્ધ જામિયામાં કરવામાં આવેલા વિરોધના સમર્થનમાં ઘણા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેરળના વાયનાડમાં બસ પર પથ્થર ફેકવામાં આવ્યા છે.
વાયનાડમાં CAAના વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેરળમાં પ્રદર્શકારીઓએ રાજ્યની સરકારી બસ પર પથ્થર મારો કર્યો હતો. પોલીસે આ મામલે 4 લોકોની અટકાયત કરી હતી.
જામિયા હિંસા: SCની લાલ આંખ, 'સ્ટુડન્ટ હોય તો હિંસા કરવાનું લાઇસન્સ નથી મળી જતું'
ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરે જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પણ CAAનો વિરોધ કરી રહ્યાં હતા. કથિત રીતે વિદ્યાર્થીઓએ બસોને આગ લગાવતા પોલીસને ટિયર ગેસ અને લાઠીચાર્જનો પ્રયોગ કરવાની ફરજ પડી હતી. પ્રદર્શનના સમર્થન નેતા અને સામાજિક કાર્યકર્તાઓ પણ કરતા જોવા મળી રહ્યાં છે. PM મોદીએ શાંતિની અપીલ કરી હતી.