ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAB: પોલીસ ફાયરિંગમાં 2ના મોત, PM-CMએ કરી શાંતિની અપીલ

ગુવાહાટી/અગરતલા: રાજ્યસભામાં CAB પસાર થઈ ગયા બાદ પૂર્વોત્તરના લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. આ બિલના વિરોધમાં લોકોએ સરકારમાં પ્રધાનપદુ ભોગવી રહેલા પ્રધાનોને ત્યાં હલ્લાબોલ કર્યો છે. જ્યારે આસામના મુખ્યપ્રધાનના ઘર પર પણ પથ્થરમારો કર્યો છે. કોંગ્રેસે ત્રિપુરા બંધનું આહ્વાન કર્યુ છે. બીજી તરફ પોલીસ ફાયરિંગમાં બે લોકોના મૃત્યુ થયા છે. આ મુદ્દે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાને શાંતિની અપીલ કરી છે.

protest-against-cab-in-north-eastern-states  The current situation in Assam  Assam Internet Service  Protests against cab in the Northeast  Cab and Northeastern states  Why the Northeastern states are more affected by the cab
protest-against-cab-in-north-eastern-states The current situation in Assam Assam Internet Service Protests against cab in the Northeast Cab and Northeastern states Why the Northeastern states are more affected by the cab

By

Published : Dec 12, 2019, 5:05 PM IST

Updated : Dec 12, 2019, 10:17 PM IST

ઉગ્ર વિરોધ બાદ પોલીસે ભીડને કાબુમાં લેવા ગોળીબાર કર્યો હતો, જેમાં 2 લોકોનું મોત થયુ છે. લાખો લોકો હજુ પણ રસ્તે ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

નાગરિકતા સંશોધન બિલ (CAB)ને સંસદમાં મંજૂરી મળી ગઈ છે. બુધવારે રાજ્યસભામાં 125 સાંસદોના સમર્થનથી બિલ પસાર થયું. બાદમાં તેના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનને જોતા આસામ, ગુહાવાટી અને ડિબ્રૂગઢમાં અચોક્કસ મુદ્દત માટે કર્ફ્યુ લાદી દેવાયો છે. ઉપરાંત અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી રહી છે. તેમાંય વળી ઉચ્ચ અધિકારીઓની બદલી કરાઈ છે.

CAB મુદ્દે વડાપ્રધાન, વાંચો આ અહેવાલ-CABથી નહીં છીનવાય આસામની અનોખી ઓળખ: PM મોદી

ગૃહવિભાગના મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી રહેલા કુમાર સંજય કૃષ્ણએ જણાવ્યું કે, આસામમાં આગામી 48 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. આસામમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ મુખ્યપ્રધાન સોનોવાલના વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે તોડફોડ કરી.

આ પણ વાંચો-નાગરિકતા સંશોધન બિલઃ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું મુસ્લિમ લીગ

ગુરૂવારે પ્રદર્શનકર્તાઓએ ભાજપ કાર્યાલયને ભીંસમાં લીધુ. વળી, આ પરિસ્થિતિ જોતા ત્રણ ટ્રેનો રદ્દ કરી દેવાઈ અને મોટી સંખ્યામાં સુરક્ષાદળો ખડકી દેવાયા છે. તેમજ સરકારી મિલ્કતને નુકસાન ન પહોંચે તે માટે કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. સેનાના જવાનોની મદદ પણ લેવાઈ રહી છે. ત્રિપુરામાં આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરાયા છે.

CABથી પૂર્વોત્તર અસરગ્રસ્ત, વાંચો આ અહેવાલ-CABનો ઉગ્ર વિરોધ: ત્રિપુરામાં 5000 જવાન તૈનાત

બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલાના ઘર પર પથ્થરમારો કર્યો. આસામના દુલિયાજનમાં પ્રદર્શનકારીઓએ કેન્દ્રીયપ્રધાનના ઘર પર હુમલો કર્યો. જ્યાં કેટલીક સંપતિને નુકસાન પહોંચ્યું.

Last Updated : Dec 12, 2019, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details