ચેન્નાઈઃ દિલ્હીના શાહીન બાગની જેમાં ચેન્નાઈમાં પણ મહિલાઓ CAA, NRC અને NPRનો વિરોધ કરી રહી છે. બુધવારે પ્રદર્શનકારીઓ ફોર્ટ સેંટ જોર્જ સચિવાલય સુધી માર્ચ નિકાળવાના છે. CAAના વિરુદ્ધ કાઢવામાં આવેલી આ માર્ચમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સામેલ છે.
તમિલનાડુમાં CAA-NRC-NPRની વિરુદ્ધ લોકો રસ્તા પર, સચિવાલય બહાર પ્રદર્શન
નાગરિકતા સુધારા કાયદા (CAA) નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (NRC) અને નેશલન પોપ્યુલેશન રજીસ્ટર (NPR)ની વિરુદ્ધ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ચેન્નાઈમાં સચિવાલયની બહાર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
14 ફેબ્રુઆરી ચેન્નાઈના વાશરમેનપેટમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ બાદ ચેન્નાઈમાં મહિલાઓએ પોલીસની સામે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું. લાઠીચાર્જમાં સામેલ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ હતી.
તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ કહ્યું કે, 14 ફેબ્રુઆરીએ ચેન્નાઈના વાશરમેનપેટમાં પ્રદર્શનકારીઓની વિરુદ્ધ પોલીસ કાર્યવાહીથી બબાલ થઇ હતી. તેમણે કહ્યું કે, પોલીસે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની ધરપકડ કરી હતી અને સરકારને જાણકારી મળી હતી કે, કેટલાક લોકો વિરોધ પ્રદર્શનોને ઉફસાવી રહ્યાં છે.