BSPના ધારાસભ્ય વાજિબ અલીએ આજે સવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મુસ્લિમ સમાજનો લોકોને એકત્ર કર્યા હતા. જ્યાં તેઓએ ભાજપ સરકાર દ્વારા પસાર કરેલા CAA અને NRCના બિલનો વિરોધ કર્યો હતો. વાજિબ અલી ભરતપુરમાં નગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. જે જિલ્લાના મેવાત વિસ્તારના રહેવાસી છે અને ઓસ્ટ્રેલિયામાં તેનો વિરોધ ચાલી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં BSP ધારાસભ્યની આગેવાની હેઠળ CAA અને NRCનો વિરોધ - ભાજપ સરકાર
ઓસ્ટ્રેલિયા : CAA અને NRC વિરોધનો હવે માત્ર ભારતમાં જ નહી પરંતુ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયો છે. આજે મેલબોર્નમાં મુસ્લિમ સમાજના લોકો ભારે માત્રામાં એકત્રીત થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેનુ નેતૃત્વ વાજિબ અલીએ કર્યુ હતું.
ઓસ્ટ્રેલિયામાં પણ CAA અને NRCનો વિરોધ
આ વિરોધને લઈને જનતાને સંબોધન કરતા ધારાસભ્યએ જણાવ્યું કે ભાજપ સરકાર સત્તા દૂરઉપયોગ કરે છે. સરકારના આ એક્ટને મુસ્લિમોએ રિજેક્ટ કર્યો છે. જ્યાં અમે બંધારણમાં વિશ્વાસ કરીએ છીએ. અહીં વોટ બેંકનું રાજકારણ ચાલી રહ્યું છે.
CAA અને NRCનો વિરોધ હવે ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયો છે. જિલ્લાની નગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય વાજિબ અલીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું.