બિહારઃ સુશાંત કેસમાં મોટી મોટી હસ્તીઓની સંડોવણીને કારણે કેસ ખૂબ હાઇ પ્રોફાઇલ બની ગયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહાર LJPના મીડિયા પ્રભારી ક્રિષ્ના સિંહ કલ્લુએ શનિવારે પટનાના જીપીઓને માનનીય કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સીબીઆઈને પત્ર લખ્યો હતો કે, સુશાંત સિંહ મૃત્યુ કેસના સાક્ષી તરીકે આ કેસ સાથે સંકળાયેલા તમામ લોકોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષા પૂરી પાડવી જોઈએ.
સુશાંતસિંહ આત્મહત્યા કેસના સાક્ષીઓને સિક્યોરીટી મળવી જોઈએઃ LJP મીડિયા પ્રભારી - બિહાર લેટેસ્ટ ન્યૂઝ
LJPના મીડિયા પ્રભારી ક્રિષ્ના સિંહ કલ્લુએ ગૃહ પ્રધાન અને સીબીઆઈના ડાયરેક્ટરને પત્ર લખીને સુશાંતસિંહ રાજપૂતના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મોટી હસ્તીઓના નામ આવવાની સંભાવના છે, તેમ જણાવ્યું હતું.
LJPના મીડિયા પ્રભારી ક્રિષ્ના સિંહ કલ્લુએ ગૃહ પ્રધાન અને સીબીઆઈના ડાયરેક્ટરને પત્ર લખીને સુશાંતસિંહ રાજપૂતના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મોટી હસ્તીઓના નામ આવવાની અપેક્ષા છે, તેમ જણાવ્યું હતું. આ કેસમાં ઘણી મોટી હસ્તીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્યાંકને ક્યાંક મીડિયાના દાવા સાચા સાબિત થઈ રહ્યાં છે. જેના કારણે સાક્ષીઓના જીવને જોખમ હોઈ શકે છે.
વધુમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે, આ કેસમાં મોટા નામ આવવાની સંભાવના છે. જેથી કરીને સાક્ષીઓ પૂરતું રક્ષણ મળવું જરુરી છે. સુશાંતસિંહ રાજપૂતને ન્યાય મળે અને ભવિષ્યમાં આવનારા કોઈ પણ અભિનેતા આ રીતે પોતાનું જીવ ગુમાવે નહીં તેનું ધ્યાન રાખવું જરુરી છે.