નવી દિલ્હીઃ સરકારે દેશના નાગરિકોની વ્યક્તિગત સલામતીને ધ્યાનમાં રાખીને 29 જૂને 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ નિર્ણયને આવકારતા TEMA અધ્યક્ષ પ્રો.એન. ગોયલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે આ એપ્સ પર પ્રતિબંધ મૂકવો જરૂરી હતો.
રાષ્ટ્રીય સુરક્ષા માટે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવો જરૂરી હતોઃ TEMA અધ્યક્ષ - 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ
સરકારે દેશના નાગરિકોની વ્યક્તિગત સલામતીને ધ્યાનમાં રાખીને 29 જૂને 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ નિર્ણયને આવકારતા TEMA અધ્યક્ષ પ્રો.એન. ગોયલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે આ એપ્સ પર પ્રતિબંધ મૂકવો જરૂરી હતો.
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ટિકટોક સહિત 59 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બાબતે સરકારની પ્રશંસા થઈ રહી છે. ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (TEMA)ના અધ્યક્ષ પ્રોફેસર એન.કે. ગોયલે સમજાવ્યું કે, ભારતમાં આ એપ્સ પર પ્રતિબંધ મૂકવો કેમ જરૂરી હતો. એન.કે. ગોયલે જણાવ્યું હતું કે, ભારતના લોકો આ એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેમની સંપૂર્ણ માહિતી (યુઝરની પ્રોફાઇલ, લોકેશન વગેરે) ચીનથી શેર કરવામાં આવી રહી છે.
પ્રોફેસર ગોયલે કહ્યું કે, આપણે આપણા ડેટાના માલિક છીએ. જો આપણને ખબર છે કે આપણો ડેટા વ્યાવાસિક હેતુ માટે કરવામાં આવશે તો શા માટે આપણો ડેટા બીજા દેશને આપવો જોઈએ. ભારત સરકારે 29 જૂને નાગરિકોના ડેટા સુરક્ષા માટે ટિકટૉક, યુસી બ્રાઉસર અને હેલો સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.