હૈદરાબાદ: પ્રો. એન.કે ગોયલ કહે છે "લેટેસ્ટ કોર અથવા હાઈ સ્પીડ પ્રોસેસર ન ખરીદો. તમારે ફક્ત વોઈસ કોલ,, એસએમએસ અથવા એક મિનિટ સુધીના વોટ્સએપનો જ વપરાશ હોય તો તમમે કોઈ પણ કોર, કોઈ પણ ચિપ ખરીદી શકો છો, કોઈ વાંધો નથી.
સ્માર્ટફોન જ ખરીદતી વેળાએ મોબાઈલ પ્રોસેસર ઉપર ધ્યાન આપો: ટીઈએમએના ચેરમેન પ્રો. એન.કે. ગોયલ
સ્માર્ટફોન પસંદ કરતી વેળાએ મોબાઈલ પ્રોસેસરની વિગતો તપાસવી મહત્ત્વની છે. મોબાઈલ પ્રોસેસર એ ફોનનું મગજ છે, એમ કહી શકાય. તેને સિસ્ટમ ઓન ચિપ અથવા તો ફક્ત ચિપ એમ પણ કહેવાય છે. ટીઈએમએના ચેરમેન પ્રો. એન.કે. ગોયલ પ્રોસેસરના વિવિધ પ્રકારો કયા છે, કયું એડવાન્સ્ડ પ્રોસેસર ઝડપ આપશે અને ફોનની કહેવાતી અદ્યતન ટેકનોલોજી કઈ છે, વગેરે વિશે સમજાવે છે. મોબાઈલ પ્રોસેસરની તમામ મૂળભૂત જાણકારી મેળવવા આ વિડિયો ક્લિક કરો.
સ્માર્ટફોન જ ખરીદતી વેળાએ મોબાઈલ પ્રોસેસર ઉપર ધ્યાન આપો: ટીઈએમએના ચેરમેન પ્રો. એન.કે. ગોયલ
પરંતુ જો તમારે વધુ વપરાશ હોય, લાંબા વિડિયો, લાંબા મેસેજ હોય અથવા તો તમે તેનો વ્યાવસાયિક ઉપયોગ કરવા ઈચ્છતા હોય, તો તમે જેટલો મોંઘો સ્માર્ટ ફોન ખરીદી શકતા હો, તેટલો મોંઘો સ્માર્ટફોન ખરીદવો જોઈએ."