અહીં ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી વાડ્રા ઠંડીનો લુત્ફ ઉઠાવવા છરાબડા સ્થિત પોતાના ઘરે પહોંચી છે. તેમની સાથે તેમની પુત્રી મિરાયા અને પુત્ર રેહાન પણ આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, પ્રિયંકા તેમના ઘરમાં બાળકો સાથે 2 દિવસ રોકાશે. બાદમાં તેઓ દિલ્હી પરત ફરશે. સુરક્ષાને ધ્યાને રાખતા પ્રિયંકાના કાર્યક્રમને ગુપ્ત રાખવામાં આવ્યો છે. તેમની સાથે તેમના સુરક્ષાકર્મી પણ આવ્યા છે.
રાજનીતિમાંથી અલ્પવિરામ લઈ પ્રિયંકા ગાંધી પહોંચ્યા શિમલા - કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા
શિમલા: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા હાલ ઠંડીના દિવસોમાં પહાડોની રાણી શિમલામાં ઠંડીનો લુત્ફ ઉઠાવવા પહોંચી ગયા છે. રવિવારના રોજ પ્રિયંકા તેમના બાળકો સાથે શિમલા પહોંચ્યા હતાં.
Priyanka Vadra reached Shimla to enjoy the winter season
પ્રિયંકા વાડ્રાનું ઘર છેલ્લા દસ વર્ષથી શિમલાના છરાબડામાં બની રહ્યું હતું અને આ વર્ષે નવરાત્રીમાં તેમણે નવા મકાનમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. આ ભવન પહાડી શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ભવનની આજુબાજુ એક બગીચો બનાવવામાં આવ્યો છે. પ્રિયંકા વાડ્રા પોતાની રાજકીય ભાગદોડથી દૂર સમય પસાર કરી રહી છે. તેમની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ઘણી વખત આવી ચૂક્યા છે.