પ્રિયંકા ગાંધીએ એક ઓડિયો સંદેશ જાહેર કરતા કહ્યું કે, અફવાઓ પર અને એક્ઝિટ પોલથી હિંમત ન હારો. આ અફવાઓ તમારો વિશ્વાસ તોડવા માટે ફેલાવવામાં આવી રહી છે. આ વચ્ચે તમારી સાવધાની વધારે મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટ્રોગ રૂમ અને મતદાનની ગણતરી થતા કેન્દ્રો પર ધ્યાન રાખો. તેમણે કહ્યું કે અમને આશા છે અમારી અને તમારી મહેનતનું ફળ મળશે.
એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપે કાર્યકર્તા, મતગણના કેન્દ્રો પર ધ્યાન રાખે: પ્રિયંકા ગાંધી
નવી દિલ્હી: લોકસભની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાની સાથે વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ આવ્યા છે. જેમાં ભાજપના ગઠબંધન NDAને બહુમત મળશે તેવું અનુમાન છે. જેની પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે, અફવાઓ અને અક્ઝિટ પોલ પર ધ્યાન ન આપો. સ્ટ્રોગ રૂમમાં તથા મતદાન કેન્દ્રો પર ધ્યાન રાખો.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી બાદ બઘા પ્રમુખ એક્ઝિટ પોલમાં NDAને બહુમત મળવાનું અનુમાન લગવવામાં આવી રહ્યું છે.