નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પરપ્રાંતીય મજૂરો માટે બસ પૂરી પાડવાના મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે ફક્ત મજૂરોને મદદ કરવા માંગીએ છીએ, આ રાજકારણનો સમય નથી.' ભાજપ આ બસો પર પોતાના પોસ્ટર-બેનર લગાવી શકે છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, મજૂરો આદરપૂર્વક પોતાના ઘરે પહોંચે.
બસ વિવાદ પર પ્રિયંકા ગાંધી બોલ્યા- અમે માત્ર મજૂરોની મદદ કરવા માંગીએ છીએ - લોકડાઉન
પરપ્રાંતીય મજૂરોને બસ આપવાના વિવાદ અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસ પક્ષ માત્ર મજૂરોની મદદ કરવા માંગે છે. આ સમય રાજકારણ કરવાનો નથી.
બસ વિવાદ પર પ્રિયંકા ગાંધી બોલ્યા- અમે માત્ર મજૂરોની મદદ કરવા માંગીએ છીએ
પ્રિયંકાએ કહ્યું કે, અમે માત્ર મજૂરોને મદદ કરવા માંગીએ છીએ. અમે સકારાત્મક કાર્ય કરી રહ્યાં છીએ. અમે યોગી સરકારને આ મુદ્દે સૂચન કર્યું છે કે, તમે જે કંઇ સારું કર્યું તેનું અમે સ્વાગત કર્યું.
તેમણે કહ્યું કે, જે લોકો પગપાળા ચાલે છે, એ લોકો સલામત ઘરો સુધી પહોંચે, એ માટે અમે આ લોકો માટે માંગણી કરી રહ્યાં છીએ. દુર્ભાગ્યવશ ઘણા અકસ્માત થયાં છે. જેથી આ મજૂરો માટે અમે એક હજાર બસોનું સંચાલન કર્યું છે.