નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, નોકરીના મુદ્દા પર સરકાર કેમ વાત નથી કરતી? તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર થયા છે.
પ્રિયંકાનો મોદી સરકાર પર વાર, 'પાંચ વર્ષમાં 3 કરોડ લોકો બેરોજગાર' - નરેન્દ્ર મોદી સરકાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું કે, દેશમાં 3 કરોડથી પણ વધુ લોકો બેરોજગાર થયા છે. તેમ છતા પણ સરકાર નોકરીની વાત કરતી નથી.
પાંચ વર્ષમાં 3 કરોડ લોકો થયા બેરોજગાર : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, સરકારે નોકરી દેવાની વાત કરી હતી, પરંતુ દેશમાં સાત મોટા ક્ષેત્રોમાં લગભગ 3 કરોડથી પણ વધુ લોકો બેરોજગાર છે. પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, મોટા મોટા નામો અને વિજ્ઞાનપનોનું પરિણામ છે કે, 3 કરોડ 64 લાખ લોકો બેરોજગાર છે.સ રકાર પાસે આનો જવાબ ન હોવાના કરાણે તે નોકરીના મુદ્દા પર ચર્ચા નથી કરતી.