કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી શનિવારે મુઝફ્ફરનગર પહોંચી હતી. જ્યા તેણે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર લોકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં પીડિત પરિવાર સાથે કરી મુલાકાત - family members
ઉત્તર પ્રદેશઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગર ખાતે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર લોકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકાએ મૌલાના અસદ હુસૈની સાથે પણ મુલાકાત કરી હતી. મૌલાના અસદ હુસૈનીને પોલીસે નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, સગીરો સહિત મદરેસાના વિદ્યાર્થીઓની કારણ વગર અટકાયત કરી હતી. જેમાના કેટલાકને છોડી મૂકાયા છે, તો કેટલાક હજૂ પણ જેલમાં છે.
પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં પીડિત પરિવાર સાથે કરી મુલાકાત
પ્રિયંકા ગાંધી મુઝફ્ફરનગર ખાતે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર નુરના પરિવારને પણ મળી હતી. આ દરમિયાન મૌલાના અસદના ઘરે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસના નેતા ઈમરાન મસુદ અને પંકજ મલિક પણ તેમની સાથે હાજર રહ્યા હતા. મુઝફ્ફરનગરથી પરત ફરતી વખતે પ્રિયંકા ગાંધી મેરઠની મુલાકાત કરશે. જ્યાં તેઓ હિંસામાં મૃત્યું પામનારના પરિવારને મળે તેવી શક્યતા છે.