પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે આગળ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને પોલીસે એવી કાર્યવાહી છે, જે કાયદાકીય નથી, જેને કારણે જ અરાજકતા ફેલાઈ છે.
બદલાની ભાવના સાથે કામ કરી રહી છે યોગી સરકાર અને યુપી પોલીસ: પ્રિયંકા ગાંધી
લખનઉ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં યોગી સરકાર અને તેમની પોલીસની બર્બરતા પર સવાલો ઊભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે, યોગી સરકાર અને યુપી પોલીસ બદલાની ભાવના સાથે કામ કરી રહ્યા છે.
priyanka gandhis press conference
ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણ, રામ કરુણાના પ્રતિક છે, અમારે ત્યાં શિવની જાનમાં સૌ કોઈ નાચે છે. આ દેશની આત્મામાં બદલા જેવા શબ્દ માટે કોઈ જગ્યા નથી. શ્રીકૃષ્ણએ ક્યારેય બદલાની વાત કરી નથી.
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી જે રંગના કપડા પહેરે છે, તે ભગવો તમારો નથી. આ ભગવો હિન્દુસ્તાનની ધાર્મિક આસ્થાનું પ્રતિક છે.