ETV ભારત સાથે થયેલી ખાસ વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખ્યાલ નથી આવી રહ્યો કે મને શા માટે રોકવામાં આવી છે. પહેલા મને જણાવવામાં આવ્યું કે, સોનભદ્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. માટે ત્યાં નથી જઇ શકતા પરંતુ મિર્ઝાપુરમાં તેવી કોઇ પરિસ્થીતી નથી. તે છતા મને રોકવામાં આવી છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા મને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, તેમ છતા હું રોકાઇશ નહી, હું કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં છું. પરંતુ હું પીડિતો સાથે મુલાકાત કર્યા વગર પાછી નહી ફરુ.
સોનભદ્ર જઇ રહેલી પ્રિયંકા ગાંધીને મિર્ઝાપુર ખાતે રોકવામાં આવી, જુઓ ETV ભારત સાથે ખાસ વાતચીત...
વારાણસી: વારાણસીથી સોનભદ્ર જઇ રહેલી પ્રિયંકા ગાંધીને મિર્ઝાપુર જિલ્લા તંત્ર દ્વારા રોકવામાં આવ્યા છે. છેલ્લા 7 કલાકથી પ્રિયંકા ગાંધી ચૂનાર ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. તેમણે હૉટલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરી હતી.
interview
તો આ મામલે પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે, આજે રાત્રે હું અહીંયા જ રોકાઇ છું. સવારે ફરીથી પીડિતો સાથે મુલાકાત કરવાની તૈયારીઓ કરીશું. જો કે, હાલમાં હું ચૂનાર હોટલમાં જ રોકાઇ છું, આ સમય દરમિયાન હું, કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાટાઘાટો પણ કરી શકીશ.