ગાંધી પરિવારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધી પહેલા ઈંદિરા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ બાબાના દર્શન કરી ચૂક્યા છે. અહીં બાકી રહેલી સીટને ધ્યાને રાખી પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી હવે મધ્યપ્રદેશમાં આવી પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી ઉજ્જૈનમાં એક રોડ શો પણ કરવાના હતાં પણ અમુક કારણોસર તે રદ કરી નાખ્યો છે.
ઉજ્જૈનમાં મહાકાલના શરણે પ્રિયંકા ગાંધી, પૂજા અર્ચના કરી આશિર્વાદ લીધા - lok sabha election
ઉજ્જૈન: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી બાબા મહાકાલના દર્શન કરવા આજે ઉજ્જૈન પહોંચી ગયા છે. પ્રિયંકા ગાંધીએ બાબા મહાકાલના મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી આજે ઉજ્જૈન આલોટ સંસદીય સીટ પર કોંગ્રેસ ઉમેદવાર બાબૂલાલ માલવીયાના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચી હતી.
ani
બાબા મહાકાલના શરણમાં ગાંધી પરિવાર
1979માં ઈંદિરા ગાંધીએ દર્શન કર્યા હતાં
1987માં રાજીવ ગાંધીએ દર્શન કર્યા હતાં.
2008માં સોનિયા ગાંધીએ દર્શન કર્યા હતાં.
2010માં રાહુલ ગાંધીએ દર્શન કર્યા હતાં.
2018માં ફરી રાહુલ ગાંધીએ દર્શન કર્યા હતાં.
2019માં પહેલી વાર પ્રિયંકા ગાંધીએ દર્શન કર્યા.