પ્રિયંકા ગાંધીએ એક ટિવટમાં બાળપણની તસવીર પોસ્ટ કરી હતી, પ્રિયંકાએ લખ્યુ કે'રાહુલ ગાંધી.. મને લાગે છે હજુ કંઈ વધારે બદલાયું નથી....દુનિયાનો શ્રેષ્ઠ ભાઈ'આ પહેલીવાર નથી જ્યાં આ બંને ભાઈ-બહેનોએ એકબીજા પ્રત્યે સ્નેહ વ્યક્ત કર્યો હોય.
પ્રિંયકા ગાંધીનો ભાઈ પ્રત્યેનો પ્રેમ છલકાયો રાહુલને કહ્યુ દુનિયાનો સૌથી સારો ભાઈ - chiddhood pics
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત પ્રિયંકાએ રાહુલને 'દુનિયાનો સૌથી સારો ભાઈ' કહ્યુ હતુ.
આ વર્ષે એપ્રિલ માસમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી કાનપુર એરપોર્ટ પર એકબીજા સાથે મળ્યા હતાં. બંનેએ એકબીજાની મજાક કરી હળવાશની પળો માણી હતી. ફેસબુક પર આ મુલાકાતનો વીડિયો પોસ્ટ કરી રાહુલ ગાંધીએ લખ્યુ હતું કે, ' કાનપુર એરપોર્ટ પર આજે પ્રિયંકા સે મુલાકાત થઈ હતી. અમે ઉત્તરપ્રદેશમાં અલગ-અલગ બેઠક કરી રહ્યા છે' રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, ' હું તમને જણાવું છું કે સારા ભાઈ હોવાનો શું મતલબ છે. એનો મતલબ એવો છે કે, હું લાંબા પ્રવાસ માટે નાનું હેલિકોપ્ટર લઈને જાઉં છું. મારી નાની બહેન ટુંકા પ્રવાસ માટે મોટું હેલિકોપ્ટર લઈને જઈ રહી છે'
આ વીડિયોમાં રાહુલે લખ્યુ હતું કે, 'લવ યુ સિસ્ટર' પ્રિયંકા ગાંધીએ તેના જવાબમાં સ્માઈલમાં આપી ' આ સાચું નથી' કહ્યુ હતું.