ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPમાં ખેડૂત મહાપંચાયતમાં જોડાવા પ્રિયંકા ગાંધી 10 ફેબ્રુઆરીએ સહારનપુર જશે - રાષ્ટ્રીય સમાચાર

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી 10 ફેબ્રુઆરીએ સહારનપુર જશે. જ્યાં તેઓ શાકંભરી માતાજીના મંદિરે દર્શન કરવા જવાના છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ચિલકાનામાં ખેડૂત મહાપંચાયતમાં જોડાશે.

કિસાન મહાપંચાયતમાં જોડાવા પ્રિયંકા ગાંધી સહારનપુર જશે
કિસાન મહાપંચાયતમાં જોડાવા પ્રિયંકા ગાંધી સહારનપુર જશે

By

Published : Feb 9, 2021, 12:01 PM IST

Updated : Feb 9, 2021, 2:04 PM IST

  • પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે
  • કોંગ્રેસના કાર્યકરો તૈયારીઓમાં વ્યસ્ત
  • કોંગ્રેસ ખેડૂતોના દુઃખને સમજે છેઃ પ્રદેશ સચિવ મોનિન્દર

ઉત્તર પ્રદેશઃ સહારનપુરના ગુરુદ્વાર રોડ પર આવેલી કચેરીની મીટિંગમાં કોંગ્રેસ અધિકારીઓએ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી છે. સહારનપુર જિલ્લા પ્રમુખ ચૌધરી મુઝફ્ફર અલી અને મહાનગર પ્રમુખ વરુણ શર્માએ કાર્યકરોને જવાબદારી સોંપી હતી. આ પ્રસંગે પ્રદેશ સચિવ મોનિન્દર સૂદ વાલ્મીકિએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોના દુઃખને સમજે છે, ભાજપની સરકાર ખેડુતોને પરેશાન કરવામાં વ્યસ્ત છે, કેન્દ્ર સરકારે નવા ખેડૂત કાયદા લાવીને ખેડૂતોને પતનના માર્ગ પર લાવ્યા છે, કોંગ્રેસ ખેડૂતોનો અવાજ રસ્તાથી લઈને સંસદ સુધી ઉઠાવશે.

કોંગ્રેસના કાર્યકરો મીટિંગમાંરહ્યા હાજર

આ પ્રસંગે મેહરબાન આલમ, અશોક સૈની, સુશીલ અંબોલી, પ્રવીણ ચૌધરી, ગૌરવ વર્મા, ચરણજીતસિંહ નિક્કૂ, અરવિંદ પાલીવાલ, મનીષ ત્યાગી, સંજય વાલિયા, ઇમરાન કુરૈશી, નીતિન શર્મા, અક્ષય ચૌધરી, સંગીતા વાલ્મીકિ, સતપાલ બર્મન, જાદોરામ ગુપ્તા, અંકુર સૈની સહિતનાઓ હાજર રહ્યા હતાં.

Last Updated : Feb 9, 2021, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details